Imran Shekhani

Others Inspirational Romance

0.5  

Imran Shekhani

Others Inspirational Romance

પ્રેમ પત્ર

પ્રેમ પત્ર

2 mins
3.2K


આજથી એકવીસ વર્ષ પહેલાં જ્યારે મેં તને જોઈ હતી ને ચાહી હતી ને આજે પણ ચાહું છું. આજીવન ચાહતો રહીશ. કારણ કે મારા ધણા સંબંધીઓ બદલાઈ ગયા પરંતુ તું ક્યારેય ન બદલાઈ. મારી પાસે પૈસા ન હતા તો પણ તું હતી, મારી પાસે કંઈજ ન હતું બચ્યું પરંતુ તું હતી. મારી જોબ જતી રહી હતી પણ તું ન ગઈ, મારી નામના ઓછી થઈ ગઈ પણ તારો પ્રેમ ઓછો ન થયો.

તું, હંમેશા લોકોને કંઈક ને કંઈક આપનારી ખુદ માંગતી થઈ ગઈ. તારા અમીરીનાં દિવસો પૂરા થઈ ગયા ને તારી ફકીરી શરૂં થઈ ગઈ તો પણ તે ક્યારેય ફરિયાદ ન કરી. તારા પરિવાર ઉપરાંત તારા જીવનમાંથી ઘણા બધાં સંબંધો, ઘર, સુખ, પૈસાને દાગીના સુધ્ધાં જતાં રહ્યાં તો પણ તે ઉફ્ફ સુધ્ધા ન કરી. તારે હારેલા, થાકેલા, ઉદાસ, બેરોજગાર માણસ સાથે ઘણા લાંબા સમય સુધી રહેવું પડ્યું તો પણ તું રહી...!

તારા પોતાના ઘણા મકાન હોવા છતાં તારે મારી સાથે ભાડાનાં ઘણાં મકાન બદલવાં પડ્યાં ને મારા કારણે અપમાનનાં ઘણા ઘૂંટડાં પીવાં પડ્યાં. તે પીધાં. તું ભૂખી રહી, એકલી રહી.. પરંતુ મારી સાથે રહી.

આજે  લગ્નના નવ વર્ષ પછી જ્યારે સુખ મળ્યું ત્યારે થાય છે કે જો તારા બદલે બીજું કોઈ હોત તો એ મારી સાથે જ ન હોત. તારા જેટલી સહન શક્તિ રાખી જ ન શકી હોત. મારી પરનો પ્રેમ અને વિશ્વાસ ક્યારનોય ડગમગી ગયો હોત. આજ દિન સુધી મને મળેલાં તમામ સુખ અને દુ:ખની ગવાહ, સબૂત અને ભાગીદાર છે તું.

મારી સાથે મળીને તે ઘણી મહેનત ને જહેમત કરી. આજે સુખના દિવસોમાં જ્યારે હું ભયાનક ભૂતકાળને યાદ કરું છું તો મને તારું બલિદાન દેખાય છે. તારી મારી સાથે કરેલી ‘સફર’ સમાન સફર દેખાય છે. આજે આપણે જ્યારે સુખપૂર્વક જીવી રહ્યા છીએ ને સમાજમાં ઘણું માન પામી રહ્યાં છીએ ત્યારે મને આપણા પ્રેમ ઉપર ગર્વ થાય છે.

આજે જ્યારે હું સાહિત્ય સર્જન કરું છું, ત્યારે કંઈક આવું લખાય છે...

ચાલ ત્યારે એક નવી શરુઆત કરીએ,
ડુબવાનું બહુ થયું, હવે તરીએ!

 ......અને મજાકમાં;

ઓ બીવી,
સંડે કા સરદર્દ હૈ તુ,
હાં, મગર હમ દર્દ હૈ તુ..
ઓ બીવી,
સંડે કા ‘સફર હૈ તુ,
હાં, મગર હમસફર હૈ તુ..

આજે આપણે એકબીજાની સાથે અને આપણા પ્રેમની નિશાની સમાન દિકરાની સાથે કેટલાં બધાં ખુશ છીએ. આ દુનિયા પણ આપણને હવે કેટલું ચાહવા લાગી છે.


Rate this content
Log in