Imran Shekhani

Others

2  

Imran Shekhani

Others

મારી પ્રેમ વાર્તા

મારી પ્રેમ વાર્તા

1 min
1.7K


કેટલાંક લોકો પ્રેમને આંધળો તો કેટલાંક નાદાન સમજતાં હોય છે. તો કેટલાંક લોકો પ્રેમીઓને બેજવાબદાર માનતા હોય છે. પરંતુ અમને જ્યારે પ્રેમ થયો ત્યારે અમે સન ૧૯૯૬માં ને સાતમાં ધોરણમાં ભણતાં હોવાં છતાં ક્યારેય પણ કોઈ નાફરમાની કરી નહીં.

બાર વર્ષ સુધી અેકબીજાને પ્રેમ કર્યો ને સાથોસાથ જિંદગીના બીજા ઘણા તડકા - છાયડાં પણ જોઈ લીધાં અને પછી અમારી અગ્નિ પરીક્ષા શરૂ થઈ.

ઘણી અડચણો આવીને ઊભી રહી ગઈ સામે તો પણ અમે મરવાં કે મારવાનો કે ભાગવાનો ચીલાચાલું રસ્તો ન અપનાવ્યો ને વડીલોને મનાવીને વીથ રિસ્પેક્ટ લવ મેરેજ કર્યાં.

જે લોકો ન માન્યા એ પણ ધીરે ધીરે માનવા માંડ્યા. આજે અમારા મેરેજને ૯ વર્ષ વીતી ગયા છે. અમે એકબીજાની સાથેને અમારા પ્રેમની નિશાની એવાં અમારા દિકરા સાથે ખુશી ખુશી જીવન વ્યતીત કરી રહ્યા છીએ.

અમારા પ્રેમ દરમ્યાન અમે ઘણી તકલીફો વેઠી. પ્રેમ લગ્ન કરવાના પાંચ વર્ષ સુધી તો દરેક વ્યક્તિ, વસ્તુ, બાબતને સંબંધ - લાગણી વગેરે માટે ખૂબ તરસ્યા.

ભાડાના મકાનો બદલાતાં રહ્યાં ને લોકોના મિજાજ પણ પરંતુ અમે ક્યારેય બદલાયા નહીં. તૂટ્યા નહીં. ઝૂક્યા નહીં અને આજે ખૂબ જ સરસને સુખી જીવન જીવી રહ્યાં છીએ.

આજે અમારા લગ્નને ૯ને અને પ્રેમને ૧૨ આમ ટોટલ ૨૧ વર્ષ વીતી ગયા છે અને આજે આ પ્રસંગ યાદ કરવાનું ખાસ કારણ એ છે કે મેં મારા પ્રેમનો ઈઝહાર આજના દિવસે જ કર્યો હતો.


Rate this content
Log in