Sujal Patel

Others

3  

Sujal Patel

Others

પ્રેમ અને સમર્પણ-૨

પ્રેમ અને સમર્પણ-૨

4 mins
520


રાધિકા પોતાની ઓફિસમાં ગુમસુમ બેઠી હતી. તેની આંખોમાં કેટલાય દિવસનો થાક અને ઉજાગરા સાફ નજર આવતાં હતાં. લગ્ન ને હજી એક વર્ષ જ થયું હતું. ત્યા જ છેલ્લા એક મહિનાથી રાધિકા અને મોહન વચ્ચે ઝઘડાઓ થતાં હતાં. રાધિકા પોતાનાં લગ્ન જીવનમાં અચાનક આવેલાં તોફાન થી પરેશાન હતી. તે લગ્ન પહેલાં ના સારાં દિવસો યાદ કરી રહી હતી.

લગ્ન પહેલાં રાધિકા એ ના પાડવા છતાં મોહને તેને નોકરી છોડવાની ના પાડી હતી. ને છેલ્લા એક મહિનાથી અણધારી આવી પડેલી આફતના લીધે મોહન રોજ નોકરી બાબતે રાધિકા સાથે ઝઘડાઓ કરતો. જેનુ એક માત્ર કારણ વિવેક હતો‌.

વિવેક મોહનનો ઓફિસનો મિત્ર હતો. જેવુ તેનું નામ હતું. એવો તેનામાં એક પણ ગુણ નહોતો. તે બધાં સાથે તોછડાઈથી જ વાતો કરતો,ને એકબીજા પરિવાર, મિત્રો કે પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ કરાવવાં એ તેની આદત બની ગઈ હતી. એટલે જ છેલ્લા બે મહિનાથી તેની પત્ની શાલીની પણ તેને છોડીને પિયર જતી રહી હતી. પણ મોહન ઉપર તે વાતની જરા પણ અસર નહોતી થઈ. ઉલટાનુ હવે તો તેણે તેનાં એવાં મિત્ર નાં ઘરમાં ઝઘડાઓ કરાવવાનું ચાલુ કર્યું હતું. કે જે મિત્ર તેને પોતાનાં સગાં ભાઈથી પણ વિશેષ સમજતો હતો.

વિવેક થોડાં સમયથી રોજ મોહનની ઘરે આવીને એમ કહેતો કે,"મોહન તું સાવ ભોળો છે. સ્ત્રીઓએ ઘરનાં કામ કાજ કરવાનાં હોય. આમ રોજ ઉઠી નોકરી ના કરવાની હોય. તુ તો નોકરી કરીને સારું એવું કમાય છે,તો રાધિકા ભાભી એ નોકરી કરવાની શું જરૂર ?"

પહેલાં તો મોહન વિવેકની વાત ને અવગણી નાંખતો. પછી તે પણ તેની વાત ને સમર્થન આપી. રાધિકાને નોકરી છોડવા માટે આગ્રહ કરવા લાગ્યો. નોકરી છોડવાની વાત મોહન વિવેકના લીધે કરે છે. એ રાધિકા જાણતી હતી. એટલે તે મોહનને સમજાવતી કે,"મોહન તું બીજાના લીધે આપણાં સંબંધો શા માટે બગાડે છે ?"

પરંતુ મોહન રાધિકાની વાત સમજવા તૈયાર જ નહોતો. આજ રાધિકા એ છેલ્લી વખત મોહન સાથે નિરાંતે વાત કરવાનો નિર્ણય કર્યો હતો. તે સાંજે નોકરીએથી ઘરે જઈને ફ્રેશ થઈ. અને મોહનનું મનપસંદ જમવાનું બનાવ્યું. રાધિકા રોજ મોહનની પહેલાં જ ઘરે આવી જતી. આજ પણ તેણે આવીને રસોઈ બનાવી લીધા પછી સાંજે નવ વાગે મોહન ઓફીસેથી ઘરે આવ્યો.

મોહન આવીને તરત ફ્રેશ થવા રૂમમાં ચાલ્યો ગયો. તેણે રાધિકા ની હાજરીની નોંધ પણ ના લીધી. છતા રાધિકા કાંઈ ના બોલી. ફ્રેશ થઈને મોહન ડીનર માટે ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયો. આજે રાધિકા એ તેનું મનપસંદ જમવાનું બનાવ્યું હોવા છતાં મોહને તેને તેનું કારણ પણ ના પૂછ્યું. રાધિકા મનોમન ખૂબ જ દુઃખી હતી. છતા તે મોહન જમી લે. પછી વાત કરવાનો નિર્ણય કરી ચૂકી હતી. મોહનના જમ્યા પછી રાધિકા એ મોહનને કહ્યું,"મોહન હવે આ બધું કેટલો સમય આમ જ ચાલશે ?તું તારી જીદ ક્યારે છોડીશ ?"

મોહન રાધિકાની વાત સાંભળી ગુસ્સે થઈ જાય છે ને કહે છે,"જીદ હું નહિં તું કરે છે. મે તને નોકરી છોડવાનું કહ્યું તો છોડી શા માટે નથી દેતી ?"

નોકરીની વાત આવતાં રાધિકા કહે છે, "પણ લગ્ન પહેલાં તો તે જ. . . "

મોહન રાધિકાની વાત વચ્ચે જ કાપતાં કહે છે,"હાં, લગ્ન પહેલાં મેં જ નોકરી ના છોડવાનું કહ્યું હતું. હવે હું જ છોડવાનું કહું છું. તો છોડી દે ને. "

રાધિકા મોહનના ગુસ્સાને અવગણીને કહે છે,"મોહન અત્યારે નોકરી છોડવાનું તું નથી કહેતો. એ તો. . . . "

ફરી મોહન રાધિકા ની વાત વચ્ચે જ કાંપી નાંખે છે ને કહે છે,"તું શું કહેવા માંગે છે ‌‌‌‌‌‌‌‌‌‌‌એ મને ખબર છે. તારો કહેવાનો મતલબ એ છે કે, હું તને વિવેકના કહેવાથી નોકરી છોડવા કહું છું. તો તું એમ જ સમજ પણ બસ નોકરી છોડી દે. "

વિવેકનું નામ આવતાં રાધિકા પણ પોતાની વાત કહી દે છે, "એ કેવો છે એ તમે જાણો છો. છતા તમે તેની વાત માની મારી સાથે ઝઘડો છો ?"

પોતાનાં મિત્ર વિશે મોહન એક શબ્દ પણ સાંભળી ના શકતો. એટલે મોહન એકદમ ઉંચા અવાજે કહે છે, "હા તે સારો નથી. તુ એક જ સારી છે. મારો મિત્ર સાચું કહે એ તને પસંદ નથી‌. મારી જ ભૂલ હતી. તને મેં નોકરીની હા પાડી હતી. "

મોહનનો વધતો ગુસ્સો જોઈ રાધિકા કહે છે, "તે એટલોજ સાચો હતો. તો તેની પત્ની તેને છોડીને શા માટે ચાલી ગઈ ?"

રાધિકાની આ વાત સાંભળીને મોહન કહે છે,"હાં તો તને એજ તકલીફ હોય. તો તું પણ ચાલી જા. અહીંથી. હવે કાં તો નોકરી કાં તો હું. "

મોહન ની આવી વાતો સાંભળી રાધિકા એક પણ શબ્દ બોલી નથી શકતી. એક બહારના વ્યક્તિનાં લીધે રાધિકાને આજે મોહને ઘર છોડવા સુધીનું કહી દીધું. એ વાતે એ મનોમન બહુ દુઃખી હતી. તે ત્યાં જ સોફા પર બેસી રડવા લાગે છે. મોહન રૂમમાં જઈ ને સૂઈ જાય છે.

હવે આ ઝઘડાઓ એકજ વસ્તુ થી બંધ થશે. એમ વિચારી રાધિકા નોકરી છોડવાનો નિર્ણય કરી લે છે. બીજા દિવસે મોહનના ઓફિસ ગયાં પછી તે પોતાની ઓફિસે જઈને રાજીનામું આપી દે છે. સાંજે મોહનના ઘરે આવ્યા બાદ રાધિકા નોકરી છોડ્યાની વાત મોહન ને કરે છે. મોહન રાધિકાની વાત અવગણી રૂમમાં જઈ સૂઈ જાય છે. નોકરી છોડ્યા પછી પણ બંને વચ્ચે જે અંતર આવી ગયું હતું. પ્રેમમાં ઓટ આવી ગી હતી. એ ક્યારેય દૂર થાય એમ નહોતું.

રાધિકાને નોકરી છોડયાનો અફસોસ નહોતો. પણ કોઈ બહારનાં વ્યક્તિના લીધે તેનું લગ્નજીવન બરબાદ થઈ ગયું. એ વાતે તે આખી રાત રડીને જ પસાર કરે છે.


Rate this content
Log in