આરતી સોની

Others

5.0  

આરતી સોની

Others

ક્રોધિત આંખો

ક્રોધિત આંખો

1 min
7.4K


"આ તારી ભૂરી આંખોએ શું ગજબ કર્યો છે, તારી આંખોએ હૃદયને ડામ દઈ દઝાડ્યો છે." હરેશને વિભા એકબીજાની આંખોમાં અવિરત વ્હેતાં.

“દસ વરસનાં લગ્નજીવન શેર માટીની ખોટ પુરી ના થઈ, તેથી જ્યારે તું આગ ઓકે ત્યારે હું ઠંડા પાણીની પાટો મગજમાં ઘુમેડુ છું.”

એકલતાને લીધે વિભાની આંખો છલોછલ રહેતી, ક્રોધ તો નાકે જ રહેતો.

આવા સ્વભાવને લીધે સમડી ઝડપે ડાયાબિટીસે ઝડપતા ચિડિયણ થઈ હતી, આંખે ઓછું દેખાતાં વિચલિત રહેતા, ઘરના અડધાં કામ હરેશ હસતું મોં રાખી કરી લેતો.

આજે મનમાં મધુર ઘંટડીઓ રણકાવતો હર્ષોર્મિના કટોરા પીતો ધરમાં પ્રવેશતા બોલ્યો, "ફૂટપાથ પર એક છોકરો તાજા ગજરા લઈ ઊભો હતો થયું, ગજરો લેતો જાઉં..."

"પણ મને ક્યાં માફક આવે છે એની સુગંધ." બોલી ગજરાને બારીએથી જ ફારગતી આપી.

“એવું ક્યારેય તું બોલી નથી.”

હોલો ગળું ફુલાવે એમ નાકોરુ ફુલાવી દરવાજો પછાડી રૂમમાં પુરાઈ ગઈ.

વજ્ર હ્દયનો હરેશ દરવાજે જ ફસડાઈ પડ્યો.

"વિભુ, દરવાજો ખોલ વિભુ..

ક્યારેય તને દુઃખ થાય એવું બોલ્યો, વિભુ, વિભુ..

હવે ક્યારેય હું ગજરો નહીં લાવું,

તું કહીશ એમ કરીશ,

વિભુ..વિ..”

દસ મિનિટ અવાજ ન આવતાં, વિભાએ દરવાજો ખોલ્યો હરેશ દરવાજે લાંબો ચટ્ટાન.


Rate this content
Log in