Mamtora Raxa Narottam

Others Inspirational Tragedy

3  

Mamtora Raxa Narottam

Others Inspirational Tragedy

કોનો વાંક?

કોનો વાંક?

7 mins
7.4K


માર્ગીએ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયુ તેને વિશ્વાસ ન આવ્યો, “હું પહેલા હતી એ જ માર્ગી છું કે મારો નવો જન્મ થયો છે?” મરુન કલરના ચોળી સુટમાં માર્ગીનો ગોરો સપ્રમાણ દેહ શોભી ઊઠતો  હતો, વર્ષો પછી તેણે પોતાની જાતને સજાવી હતી, એ ગોઝારા ભૂતકાળને એક સ્વપ્નું માની ભૂલી જવાનો આ પ્રથમ પ્રયાસ હતો.

વર્ષોથી પાનખરનો અનુભવ કરી રહેલા તેના મનમાં આજે ઘણા વર્ષો પછી વસંતનું આગમન થયું, પણ જે પાનખરની કોરી ધખાર ધરતીનું સુકાપણું તેના હૃદયમાં અંકિત થઇ ગયું હતું, તે મિટાવી શકાય તેવું ન હતું. વસંતના વધામણા કરવા એનું મન તૈયાર થયું પણ હૃદયમાં ઉમંગનો અહેસાસ નહોતો.

માર્ગીઇઈઈ…” મમ્મીનો અવાજ આવતાં જ માર્ગી ચોકી ઊઠી અને જી મમ્મી...કહેતા બહાર આવી, “માર્ગી તેયાર થઇ ગઈ? એ લોકો હવે આવતા જ હશે.

જી મમ્મી”                                      

વર્ષો પછી માર્ગીના ચહેરા પર ઘેરાયેલા ઉદાસીના વાદળો થોડા વિખેરાયેલા જોઈ સુરેખાબેનના મનમાં ધરપત વળી. પતિના ગયા પછી વિધવા સુરેખા બહેનના જીવનમાં માર્ગી સિવાય પોતાનું કહી શકાય તેવું કોઈ ન હતું. તેમની એક જ ઈચ્છા હતી, માર્ગીને કોઈ સારો મુરતિયો મળી જાય અને ઠેકાણે પડી જાય. કેટલાય સારા ઘરના માંગા આવતા પણ માર્ગી લગ્ન માટે સમંત થતી નહિ. કેટલીય સમજાવટ પછી માર્ગીએ ઉમંગ જોડે સગપણની હા કહી હતી.

ઉમંગ શહેરના એક પ્રતિષ્ઠિત વ્યાપારીનો એમ.બી.એ. થયેલો એકનોએક પુત્ર હતો અને પિતાનો બિઝનેસ સંભાળતો હતો.

ઉમંગને માર્ગીની શાલીનતા અને સાદગી પહેલી નજરમાં જ પસંદ પડી ગઈ હતી. બીજી બાજુ  તેના  માતા પિતાને પણ માર્ગી પસંદ પડી ગઈ, છોકરી સંસ્કારી અને ખાનદાન છે, અને આપણા ઘર પરિવારને સંભાળશે. એમ વિચારી તેઓએ પણ પહેલી વાર જોવા આવ્યા ત્યારે જ સગાઈ માટે હા કહી તારીખ નક્કી કરી નાખી અને જોતજોતમાં તો એ દિવસ આવી પહોંચ્યોં.

ડોરબેલ વાગી. હરખઘેલા સુરેખાબેને ઝડપથી દરવાજો ખોલ્યો. ઉમંગ તેના માતાપિતા, બહેન શેલ્વી અને નજીકના થોડા ઘણા સંબધીઓ સગપણ વિધિ કરવા આવી પહોચ્યાં. ખૂબ ધામધૂમથી માર્ગીની સગાવિધિ સપન્ન થઇ. સુરેખાબહેને માર્ગીની સગાઇમાં  કોઈ કસર બાકી ન રાખી. 

દીકરાનું સગપણ થઈ જતાં નિલયભાઈનાં માથા પરથી જાણે મોટો બોજો હળવો થયો હોય તેમ નિરાંત અનુભવતા ઓફિસમાં બેઠા હતા. ઉમંગને સારી મનગમતી છોકરી  મળી ગયાનો આનંદ તેના ચહેરા ઉપર સાફ દેખાતો હતો. કોઈ સારું ચોઘડિયું જોઈ લગ્નની તારીખ નક્કી કરી લગ્ન કેવી રીતે ગોઠવવા તેનો વિચાર કરી રહ્યા હતા. એવામાં તેના ખાસ મિત્ર મહેશભાઈ આવી પહોચ્યા.

કેમ છે નિલય? બહુ ખુશ લાગે છે?”

 “ઓહ! મહેશ, તું? ભૂલો પડ્યો કે શું?”

અહીંથી પસાર થતા એમ થયું આજે તને મળતો જાઉં, શું ચાલે છે આજકાલ?

થોડા દિવસ પહેલા જ ઉમંગનું સગપણ કર્યું.

વાહ! શું વાત છે?”  

હવે લગ્નની તારીખ નક્કી કરવાનું વિચારતો હતો, તારી ભાભીને વહુ લાવવાની બહુ ઉતાવળ છે.

એ તો હોય જ ને? વહુ આવે તો થોડી જવાબદારી ઓછી થાય.

લે આ સગપણનું આલ્બમ જોકહી નિલયભાઈએ તેના મિત્રને સગપણનું આલ્બમ જોવા આપ્યું.

આલ્બમમાં માર્ગીનો ફોટો જોઈ મહેશભાઈના ચહેરાના હાવભાવ બદલાયા. કશુંક વિચારતા હોય તેમ તેના હાથ થંભી ગયા.

આ એ જ માર્ગી છે? સુરેખાબેનની દીકરી?”

જી હા, શું તમે ઓળખો છો?”

કંઈક અવઢવમાં મહેશભાઈ જીબોલ્યા.

શું વાત છે મહેશ! તું ચુપ કેમ થઇ ગયો? જરૂર કંઈક છુપાવે છે.

છુપાવવાનું શું, હું જે કોલેજમાં પ્રોફેસર હતો એ જ કોલેજમાં માર્ગી ભણતી હતી. એ દરમિયાન તેના ઉપર સામુહિક બળાત્કાર થયો હતો.” કહી મહેશભાઈએ બધી વાત કરી.

શું! માર્ગી ઉપર સામુહિક બળાત્કાર થયો હતો?” નિલયભાઈનો ચહેરો ફિક્કો પડી ગયો.

મહેશ, તારી કોઈ ભૂલ તો નથી થતીને?”

જી નહી, હું કોઈ ભૂલ નથી કરતો,આ એ જ માર્ગી છે, જેને હું ભણાવતો, હવે હું રજા લઉં છું.

ઓહ!કહી નિલયભાઈ ટેબલ પર જ નિરાશવદને બેસી ગયા. એક જ ક્ષણમાં તેની ખુશી જાણે હવામાં ઉડી ગઈ,હળવાશની પળો ભારે ભરખમ થઇ, તેનું મન વિચારોના ચકરાવે ચડ્યું, મારા એકનાએક પુત્ર ઉમંગના લગ્ન બળાત્કારી યુવતિ સાથે ? નહી, નહી.

નિલયભાઈનું મન ઓફીસના કામમાં ન લાગ્યું, તે વહેલા ઘરે જવા નીકળ્યા. ઘરે આવતા જ સોફા પર ફસડાઈ પડ્યા. તેનું મન વિચારોના ચગડોળે ચડ્યું, આ વાત કેમ કરીને ઘરમાં કહેવી, તે મનોમન મૂંઝાયા.

શું વાત છે! આજે વહેલા ઘરે આવી ગયા?” “જી, આજે ઓફીસના કામમાં મન ન લાગ્યું.” “કેમ શું થયું? આમ ચહેરો કેમ ઉતરેલો લાગે છે?”

આજે નહી તો કાલે આ વાત તો કરવી જ રહી, એમ મનોમન વિચારતા નિલયભાઈ ખૂબ દુ:ખી અવાજે બોલ્યા.

તરુણા, વાત એમ છે કે માર્ગી..કહી નિલયભાઈ અટકી ગયા તે આગળ બોલી ન શક્યા.

નિલય! અટકી કેમ ગયા? જે હોય તે કહો તો મનનો ભાર હળવો થાય.

તરુણા, ઓફિસમાં મારો મિત્ર મહેશ આવ્યો હતો. તે માર્ગીને ખૂબ સારી રીતે જાણે છે. તેના કહેવા મુજબ માર્ગી ઉપર કોલેજમાં સામુહિક બળાત્કાર થયો હતો! શું! માર્ગી ઉપર બળાત્કાર થયો હતો?” 

તું આજે જ આ સગપણ રદ કરવા સુરેખાબેનને ફોન કરી દે, હું નથી ઇચ્છતો કે એક બળાત્કારી યુવતિ આપણા ઘરની પુત્રવધૂ બને.

પણ નિલય, સગાઇ તોડતા પહેલા ઉમંગને આ વાત જણાવવી જોઈએ.બાજુના ઓરડામાંથી પપ્પા મમ્મીની વાત સાંભળી રહેલા ઉમંગથી હવે ન રહેવાયું. તે ઝડપથી બહાર આવી બોલ્યો.

મમ્મી, કશું જ કહેવાની જરૂર નથી, મેં બધી વાત સાંભળી લીધી છે, માર્ગી ઉપર બળાત્કાર થયો તેમાં તેનો કોઈ દોષ હું નથી જોતો. આવી યુવતિને સ્વીકારી તેને કાયમ માટે માનસિક આઘાતમાંથી મુકિત અપાવવી એ એક ઉમદા કાર્ય છે અને આ બાબતે મને કોઈ વાંધો નથી.”

નહી.. ઉમંગ એક બળાત્કારી યુવતિ આપણા ઘરની પુત્રવધૂ? હીં... મારું મન આ માટે ક્યારેય તૈયાર નહી થાય માટે આ સગપણને અહીં જ પૂર્ણવિરામ આપી દે, નહી તો હું ઘર છોડી જતો રહીશ.

આ વાત સાંભળી ઉમંગ કે તરૂણાબેનમાં કશું બોલવાની હિંમત ન રહી. સુરેખાબેન માર્ગીના લગ્નની જોરશોરથી તૈયારી કરી રહ્યા હતા. નિલયભાઈના એકાએક આવેલા ફોનથી સુરેખાબેનના માથે આભ ફાટ્યું હોય તેમ દુ:ખી થઇ ગયાં. જે ભૂતકાળને ભૂલીને મારી પુત્રી એક નવા સંસારની શરૂઆત કરવા તૈયાર થઇ તે જ ભૂતકાળ આજે ફરી પાછો તેની ખુશી છીનવવા આડો પડ્યો? મારી ફૂલ જેવી દીકરીનો શું વાંક? સમાજ શા માટે નિર્દોષ યુવતિને કલંકિત માને છે? સમાજની નજર બહાર ચોરીછુપી જે અસામાજિક કૃત્યો થાય છે, તેના તરફ કોઈ ઘ્યાન પણ નથી આપતું. દોષ માત્ર એટલો કે મારી પુત્રીના ભયાવહ ભૂતાવળની જાણ થઇ ગઈ?

બળાત્કાર કરનાર હેવાનો ક્યાં સુધી આઝાદ ફરતા રહેશે? આમ મનોમંથન કરતા સુરેખાબેન ચોધાર આંસૂંએ રડી પડ્યા.

શું થયું મમ્મી?” માર્ગી પણ મમ્મીને રડતી જોઈ દુ:ખી થઇ ગઈ. સુરેખાબેનમાં કશું કહેવાની હિમ્મત ન હતી.

મમ્મી કંઈક તો બોલ, પણ સુરેખાબેન મહાપરાણે બોલ્યા બેટા, નિલયભાઈનો ફોન આવ્યો હતો, તેઓને આ સગપણ હવે મંજૂર નથી આટલું કહી સુરેખાબેન ફરી ચોધાર આંસુએ રડી પડ્યા.

માર્ગી જાણે બધું જ સમજી ગઈ હોય તેમ તેણે કારણ વિષે ન પૂછ્યું. વસંત હજુ પૂરેપૂરી ખીલે એ પહેલાં જ ફરી પાનખર આવી,માર્ગી નિરાશવદને પોતાના રૂમમાં આવી, એ કાળી ગોઝારી ઘટના ફરી તેની આંખ સમક્ષ તરવરી ઉઠી.

માર્ગી એ દિવસે પાર્ટીમાં તેની સખીના આગ્રહને વશ થઇ પહોંચી હતી. આમ તો આવી પાર્ટીઓમાં તે ખૂબ ઓછી જતી. ડાન્સ અને ઘમાલ મસ્તી ચાલી રહી હતી. તેની જ કોલેજના કેટલાક માથાભારે શખ્શોની નિયત બગડી અને ભોળીભાળી માર્ગીને સોફ્ટડ્રીંક સાથે કેફી પદાર્થ પીવરાવી બેહોશ જેવી હાલતમાં ગાડીમાં બેસાડી એકાંત બંગલામાં લઇ ગયાં હતા, અને હેવાનોએ પારેવાની જેમ એને પીખી નાખી હતી.

ભારતીય સંસ્કારોથી ઉછરેલી માર્ગીથી આ આઘાત સહન ન થયો. પોતાનું સર્વસ્વ લૂંટાઇ જતા ભયંકર આઘાતમાં સરી પડેલ માર્ગી કોલેજ જવાનું છોડી સંસારથી અલિપ્ત થઇ ગઈ હતી.

સતત પાંચ વર્ષ જીવતી લાશ જેમ વિતાવ્યા પછી સમયના વહેણ સાથે તેના ઘાવ થોડા હળવા થતા માંડ એ ઘટના તેના માનસપટમાંથી થોડી ઝાંખી થઈ, પણ નિયતિને જાણે માર્ગીની ખુશી મંજૂર ન હતી. સમાજના કહેવાતા ઉજળિયાત લોકોની બળાત્કારી સ્ત્રીને જોવાની હીન દ્રષ્ટીનો સામનો માર્ગીએ કરવો પડ્યો.

આ ઘટના યાદ આવતા જ માર્ગીનું શરીર ધ્રુજવા લાગ્યું. તેનું મન ભયંકર બેચેની અનુભવી રહ્યું. તેની આંખોમાં અસંખ્ય વણકહ્યા પ્રશ્નો ડોકાયા.  

નિલયભાઈ હવે ઉમંગ માટે બીજી છોકરી શોધી રહ્યા હતા. સારું થયું મહેશ આવ્યો, અને માર્ગીની સચ્ચાઈ જાણવા મળી. હીં તો મારા ઘરની આબરૂનાં લીરા ઉડત! એમ મનોમન વિચારતા પછી કશુંક યાદ આવતા અચાનક બોલ્યા, “અરે તરુણા, શેલ્વી કેમ દેખાતી નથી?” કહી નિલયભાઈએ ન્યૂઝપેપર હાથમાં લીધું.

આજે કોલેજના એન્યુલ ફંકશનમાં ગઈ છે, ફંકશન પુરો થતા સુધીમાં રાતે દશેક વાગશે એમ કહેતી હતી.”

ઘડિયાળનો કાંટો સમય ચીરતો આગળ વધી રહ્યો હતો, સાડાદશ થયા, અગિયાર થયા પણ શેલ્વી ન આવી. નિલયભાઈની ચિંતા વધી, તેણે શેલ્વીને ફોન લગાડવા તરુણાને વાત કરી. તરુણાબેને શેલ્વીને ફોન લગાડ્યો. સ્વીચ ઓફ આવતા ફરી કોશિશ કરી, પણ વ્યર્થ.

નિલય, ફોન સ્વીચ ઓફ આવે છે!” “ઓહ! નીલયભાઈના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ સાફ દેખાવા લાગી. “તરુણા, તેની ખાસ શહેલી પૂર્વીને ફોન લગાવ.તરુણાબહેને પૂર્વીને ફોન લગાડ્યો.

હલ્લો પૂર્વી.. હું તરુણા આંટી બોલું છું, એન્યુલ ફંક્શન પૂરો થઇ ગયો?”

 “જી આંટી, ફંક્શન તો ક્યારેય પૂરુંઈ ગયું છે, અને અમે બધા ક્યારનાય ઘરે પહોંચી ગયા છે. શું! શેલ્વી હજુ ઘરે કેમ નથી આવી? અમે બધા સાથે જ છુટા પડ્યા હતા!

ઓહ!કહી તરુણાબહેને ફોન રાખી દીધો.

નિલય, ફંક્શન ક્યારનુંય પૂરું થઇ ગયું છે.

હવે નિલયભાઈના ચહેરાની રેખાઓ તંગ થઇ, હજુ તો માંડ યુવાનીના ઉંબરે પહોચેલી શેલ્વી રાતના બાર વાગ્યા છતાં ઘરે પહોંચી નથી. ક્યાં ગઈ હશે? કોની સાથે હશે? જેવા અનેક વિચારોએ નિલયભાઈને ઘેરી લીધા. શું કરવું અને શું ન કરવું? આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવવા નિલયભાઈએ કમ્પાઉન્ડમાંથી ગાડી બહાર કાઢી.

એવામાં મોબાઈલની રીંગ વાગી, “પ.. પપ્પા....હુંઉઉઉં શેલ્વી, હું કોઈ હાઈવે પર.. એ..ગુંડા..ઓ..આટલું તો શેલ્વી માંડ માંડ બોલી શકી. શેલ્વીનો અવાજ તેનાં ડૂસકામાં સમાઈ ગયો.

તરુણા, શેલ્વી ઉપર કોઈ ગુંડાઓએ..” આટલું બોલતા જ નિલયભાઈ ત્યાં જ ફસડાઈ પડ્યા. શું?” કહેતા તરુણાબહેન ચોધાર આંસુએ રડી પડ્યા.

હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ શેલ્વીની હાલત જોઈ નિલયભાઈનું કાળજું કંપી ઉઠ્યું, તેણે પુત્ર ઉમંગના શબ્દો યાદ આવ્યા,

આવી યુવતિને સ્વીકારી તેને કાયમ માટે માનસિક આઘાતમાંથી મુકિત અપાવવી એ એક ઉમદા કાર્ય છે.શેલ્વીના દર્દમાં તેને માર્ગીનું દર્દ દેખાવા લાગ્યું.


Rate this content
Log in