Valibhai Musa

Others


3  

Valibhai Musa

Others


કેટલાક સવાલો

કેટલાક સવાલો

1 min 409 1 min 409

‘પપ્પા, મારો સવાલ કે સરકાર આર.ટી.ઈ, આર.ટી..આઈ.અને રાઈટ ટૂ ફૂડ' જેવા નાગરિક અધિકારોના કાયદા બનાવે છે, તો અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યા તો ૨૬ જ છે; તો પછી એનાથી વધારે અધિકારોને સંક્ષિપ્તમાં કઈ રીતે દર્શાવાશે ? વળી, એક જ અક્ષરવાળા એક કરતાં વધારે અધિકારો હશે તો શું ?

‘બેટા, ત્યારે AAA, ZZZ જેવાં ઓળખનામોએ અનેક કાયદાઓ બની શકશે. તારા બીજા પેટાપ્રશ્નનો જવાબ છે કે તેમને ધૂમ ૧-૨-3 ફિલ્મો જેવા ક્રમાંકો આપવામાં આવશે !’

‘હેં પપ્પા, આગળ મારો સવાલ છે કે દેશમાંથી ગરીબી નાબૂદ થઈ જશે, ત્યારે સરકારના બી.પી.એલ., ગરીબમેળા, ગરીબરથ જેવા જે લાભો જાહેર કર્યા છે તેનું શું થશે ?’

‘જો બેટા, આપણે ‘વસુધૈવ કુટુંબકમ્’ના આદર્શને વરેલા છીએ એટલે એ લાભો વિશ્વના ગરીબો સુધી આપણે પહોંચાડીશું !’

‘પપ્પા, એક વધુ સવાલ પૂછી લઉં કે આપણા દેશમાંથી ગરીબી ક્યારે નાબુદ થશે ?’

‘બેટા, સાવ સીધો જવાબ છે; જ્યારે ગરીબો જ નહિ હોય, ત્યારે ગરીબી ક્યાંથી રહેવાની છે ?’

‘બેટા, રાઈટ.ટૂ.ફૂડનો કાયદો તો હશે, પણ જ્યારે સરકાર પાસે પર્યાપ્ત અન્ન જ નહિ હોય; ત્યારે RTD (Right to Death)નો કાયદો પસાર થશે અને આમ ગરીબો અને ગરીબીનો કાયમી ઉકેલ !


Rate this content
Log in