હેપી મીલ
હેપી મીલ
1 min
711
" આ રાંધેલું બધું ફેંકી દેવાનું ? જેને બે ટંકનું ખાવાનું પણ નસીબ નથી એને પૂછો."..... માલવિકા બોલતી રહી ને માલવે લાડકી દીકરી મૌલીની "હેપીમીલ"ની ફરમાઈશ પુરી કરવા "મેક ડી" તરફ કાર હંકારી......"હેપીમીલ" લઈને ડ્રાઇવ થ્રુમાંથી નીકળતા કારનાં દરવાજાના કાચ પર ટકોરા પડ્યા...
અર્ધનગ્ન બાળકને તેડીને ઊભેલું ગરીબ દંપતી .. માલવે એક નજર 'હેપીમીલ' પર નાંખી, મૌલી સામે જોયું અને મૌલીની ભીંસ "હેપીમીલ"ની ફરતે વધુ મજબૂત થઈ. એની નાની આંખો કાચમાંથી અર્ધનગ્ન, એની જ ઉંમરના બાળક પર ટિકી ગઈ. મમ્મીના બોલેલા વાક્યો "હેપીમીલ" ફરતેની ભીંસ ઢીલી પાડી રહ્યા હતા !
