STORYMIRROR

Kalpesh Patel

Children Stories Drama Classics

4.5  

Kalpesh Patel

Children Stories Drama Classics

ચોરીનો રંગ

ચોરીનો રંગ

2 mins
32

હાસમ હકીમની ડાયરી પાનું – ૭ ચોરીનો રંગ

 દરબારમાં ચોરી થઈ હતી. રાણીના દાગીના ગાયબ! રાજા ખુબ ગુસ્સે હતા. દરબારમાં કોણે ચોરી કરી? કઈ રીતે? ક્યારે? તપાસ થઇ. દરવાજા બંધ. કોઈ બહારથી આવ્યું નહતું. હકીકત સ્પષ્ટ હતી – ચોર મહેલનો જ કોઈ હતો.

 રાજા હાસમ હકીમને બોલાવી લાવ્યા. “હાસમ, આ બધી કહાની તું હવે ઉકેલી બતાવ!”

 હાસમ શાંત રહેતાં કહ્યું, “મહારાજ, ચોરનું નામ હું આજે જ કહી શકું છું. પણ એ સાંભળીને તમારું હૃદય દુઃખી થશે.”

 રાજા બોલ્યા, “એની ચિંતા ન કર. સત્ય સામે મને દુઃખ નહીં થાય. બસ ચોર પકડવો જોઈએ.”

 હાસમ દરબારથી સીધો બજાર ગયો. ત્યાંથી એક ગાડું ભર્યું શેરડી ખરીદીને મહેલ લાવ્યો. પછી મહેલના દરેક માણસને એક એક કરી રાજાના હાથી પાસે લઈ જવાનો હુકમ આપ્યો. દરેકને કહેવું પડ્યું –

“હે હાથી! ચોરને પકડી લેજે.” અને સાથે સાથે શેરડી હાથીને ખવડાવવી.


 એક પછી એક બધાના વારા ફર્યા. હાથી તો મૌન. ક્યાંયથી ચોરનો પત્તો નહતો લાગતો. રાજા હવે ખીજાઇ ગયા. “હાસમ, આ શું નાટક છે?”

 હાસમ હાસ્યો અને રાજાને બાજુએ લઈ ગયો. સાવ ધીમા અવાજે બોલ્યો, “મહારાજ, હવે બધા માણસોના હાથ તપાસો. જેના હાથમાં પીળો રંગ નહીં હોય એ જ ચોર છે.”
 “કેવી રીતે?”
 “મહારાજ, મેં તમામ શેરડી મોતીચૂર લડુના પીળા રંગથી રંગી છે. નિર્દોષ માણસો નિર્ભયતા સાથે હાથીને શેરડી ખવડાવશે. પણ ચોરને ડર હશે કે હાથી
કદાચ પકડી લેશે – એટલે તે શેરડીના પિછાનથી બચવા તે પહેલા જ હાથ ધોઈ નાખશે.”

 રાજાએ હુકમ કર્યો. તમામના હાથ તપાસવામાં આવ્યા. અને છેલ્લે, સલીમ – રાણીનો સગો ભાઈ – તેના હાથ બિલકુલ સાફ હતાં. પીળો રંગ નહતો.

 દરબાર સ્તબ્ધ થઇ ગયો. “સલીમ...?” રાજાના મુખ પરથી અસ્વીકાર અને ગુસ્સો સ્પષ્ટ હતો.

 હાસમ હકીમે ચોર પકડ્યો.

 એક વાર ફરી હાસમ હકીમની બુદ્ધિએ દરબાર બચાવ્યો.

 અને  તેણે લખ્યું – હાસમ હકીમની ડાયરી – સાતમું પાનું ---


Rate this content
Log in