BHARATCHANDRA SHAH

Others others

4  

BHARATCHANDRA SHAH

Others others

ભગવાનની ઘેર દેર છે પણ અંધેર નથ

ભગવાનની ઘેર દેર છે પણ અંધેર નથ

27 mins
657


શહેરની અત્યાધુનિક સાધનોથી સુસજ્જ અને કાબેલ ડોક્ટરો ધરાવતી સંજીવની હોસ્પિટલની લાલ બત્તીવાળી એમ્બ્યુલન્સ ડીલક્ષ સોસાયટીમાં બંગલા નંબર ૫૧ આગળ ઊભી થતાં જ સોસાયટીના રહીશો જોવા ઘરની બહાર દોડી આવ્યા. બંગલા નંબર ૫૧માં શેઠ ભારમલ માહેશ્વરી તેમના પત્ની વિદ્યા માહેશ્વરી ,મોટો પુત્ર સંજીવ અને નાનો પુત્ર રાજીવ માહેશ્વરી રહેતા હતા. એમ્બ્યુલન્સને જોઈ અડોસપડોસના રહીશો વિચારમાં પડી ગયા કે શેઠના ઘરે કોણ બીમાર છે તે એમ્બ્યુલન્સ આવી ? બંગલામાં મોટી વહુ સંજના સિવાય કોઈ હતું નહિ.

એમ્બ્યુલન્સમાંથી બે નર્સ,એક ડોક્ટર અને બે કર્મચારી ઉતર્યા. બંને કર્મચારીઓ સ્ટ્રેચર લઈને બંગલામાં ઘૂસ્યા. થોડીક વારમાં વહુ સંજનાને સ્ટ્રેચર પર સુવડાવી એમ્બ્યુલન્સમાં સુવડાવી. એક નર્સે બંગલાના બારી બારણાં બંધ કર્યા અને ચાવીઓ સંજનાના પર્સમાં મૂકી પર્સ સંજનાના હવાલે કર્યું અને એમ્બ્યુલન્સ તરત રવાના થઈ. આજુ બાજુવાળા વિચારતા થયા કે શું થયું સંજનાને ? અચાનક એમ્બ્યુલન્સ બોલાવવી પડી ? કાલ સુધી તો ઠીક ઠાક હતી. મોટા પુત્ર સંજીવની પત્ની સંજનાની તબીયત અચાનક લથડતાં એણે જાતે જ હોસ્પિટલમાં ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી.

એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં પહોંચી સંજનાને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા અને ડો. માધુરી પટવર્ધને ઉપચાર ચાલુ કર્યા. સંજનાના માથે હાથ મૂક્યો. ઓહ માય ગોડ. શરીર તો આગની ભટ્ટીની જેમ ધગે છે. આંખની નીચે કાળા કુંડાળા ચહેરો નિસ્તેજ, આંખો ભારે,હાથ પર સહેજ આછા લાલ ચાઠાં હતા. વજન ઓછું થઈ ગયું હતું. રાતના વધુ પરસેવો થયા કરતો હતો. ભારે અને ન સમજી શકાય તેવો થાક લાગતો હતો. બગલ, જંઘા મૂળ અથવા ગરદનમાં લસિકા ગ્રંથિઓનો લાંબો સોજા. અતિસાર જે અઠવાડિયાથી વધુ સમય હતો. મોં, ગુદા અથવા ગુપ્તાંગમાં ચાંદા. ડોક્ટરે તપાસ્યું,અને પૂછપરછ કર્યા બાદ એચ. આઈ. વી પોઝિટિવની શંકા થઇ. પણ હજુ ગંભીર સ્વરૂપમાં નહોતો. સમયસર સારવાર ચાલુ થઈ એટલે ચિંતા જેવું નહોતું.   ડોકટરે વધુ પૂછ્યું, " ક્યારથી તાવ આવે છે ? માથું ભારે થાય છે ? થકાવટ લાગે છે ? પરસેવો થાય છે.

જવાબ આપતા સંજના બોલી" લગભગ દોઢેક મહિનાથી મને એવું થાય છે. ફેમિલી ડોક્ટરને બતાવ્યું હતું. એમને દવા આપી હતી. દવા લઈએ એટલે તેટલા પૂરતું સારું લાગે. દવા બંધ કરે એટલે પાછું ઉથલો મારે. ઝીણો તાવ,પરસેવો,થાક સહેજ લાલ ચાઠાં દેખાતા થઈ જતાં.  

ડોક્ટરે તાત્કાલિક જરૂરી રિપોર્ટ કઢાવ્યા. રિપોર્ટ આવ્યા બાદ એચ આઈ વી પોઝિટિવનું નિદાન થયું. “ ૪૮ કલાક આઈ સી યુ માં રાખીને ઈલાજ કરીશું ત્યારબાદ સ્પેશિયલ રૂમમાં દસેક દિવસ રાખીશું. ” ડોક્ટર બોલ્યા.

 ડોકટર વધુ માહિતી આપતા બોલ્યા, " એચ. આઈ. વી પોઝિટિવ થી સંક્રમિત લોકો વાયરસ શરીરમાં પ્રવેશ્યા બાદ બે થી ચાર અઠવાડિયામાં ફ્લૂ જેવી બીમારી વિકસે છે. પ્રાથમિક સ્વરૂપમાં એચ આઇ વી ચેપ તરીકે ઓળખાતી આ બીમારી થોડા અઠવાડિયા સુધી ટકી શકે છે. તેના પ્રથમ સંભવિત લક્ષણ ઝીણો તાવ હોય છે.

 શ્રીમંત ઘરના મોભી સુંદરલાલ પટવા અને કૃષ્ણાગૌરીની પટવાની એક ના એક દીકરી સંજના દેખાવે અતિ સુંદર. બધાને દઝાડે એવું રૂપ. ભગવાને જાણે ફુરસદના સમયે બનાવી હતી. સહેજ ભૂરી આંખો, સુવર્ણ કાંતિ,હસે તો ગાલપર ખાડા પડે,એક સરખા દાંત ચોક્ખા અસલી મણી મોંમા ગોઠવેલા હોય તેમ. લાંબા કાળા ભોર વાળ. આગળ વાળની લટકતી સેર સૌંદર્યમાં ઓર વધારો કરે. મધ્યમ ઊંચાઈ,મધુર આવાજ,શરીર મદમસ્ત,અલમસ્ત છલકતું યૌવન.

 સંજનાના પિતાનો બિલ્ડિંગ મટીરીયલ અને કેમિકલનો વ્યવસાય હતો. વ્યવસાય કરતા હોવાને લીધે અનેક બિલ્ડરો, એન્જિનિયરો જોડે ઉઠક બેઠક થતી હતી. બિલ્ડિંગ મટીરીયલના વ્યવસાયમાં જાણીતું નામ હતું. ધનિક માતા પિતાના પેટે જન્મેલી સંજના લાડકોડમાં ઉછરી હતી. પાણી માગે ત્યાં છાસ મળે અને છાસ માગે ત્યાં મલાઈદાર દૂધ મળે અને દૂધ માગે ત્યાં અમૃતથી ભરેલો ઘડો મળે. શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. દસમાંમા બારમામા ૯૦ ટકાથી પાસ થઈ હતી. એના પિતા સંજનાને શહેરની નામાંકીત કોલેજમાં દાખલ કરવાનું ઈચ્છીતા હતા. એ કોલેજમાં ધનિક પરિવારોના નબીરાઓ પૈસાની જોરે પ્રવેશ લઈ ભણતા હતા. ટૂંકમાં કહીએ એ કોલેજ જાણે ધનિકોની જ કોલેજ હતી. મર્સિડીઝ, સ્કોડા,બી એમ ડબલ્યુનો કાફલો જોવા મળતો. મારુતિ સુઝુકી,aalto,મારુતિ ફ્રન્ટીનો કોઈ ક્લાસ નહોતો. સંજનાના પિતા પૈસાના જોરે સંજનાનો પ્રવેશ આ જ કોલેજમાં મેળવવા ઉત્સુક હતા.  

"પપ્પા, મને આ કોલેજમાં પ્રવેશ નથી મેળવવો. જે કોલેજમાં પૈસાના જોરે બધુજ મળતું હોય તેવી કોલેજમાં ભણીને શું મતલબ ? ધનિક પરિવારોના નબીરાઓ,કન્યાઓ ફક્ત મોજ મસ્તી માટે જ આવતા હોય. જીવનનું કોઈ ધ્યેય એમની પાસે હોતું જ નથી. બાપ દાદાનો ધંધો વ્યવસાય જ સાચવવાનો હોય. તૈયાર લાડવો જ આરોગવાનો હોય. એવા નબીરાઓ પાસે જીવનની શું આશા રાખવી. પૈસાથી બધું ખરીદી શકાતું હશે પણ માનવતા,લાગણીઓ,પ્રેમભાવ નથી ખરીદી શકાતું. હું તો એવી કોલેજમાં પ્રવેશ મેળવવા ઇચ્છુ છું કે જ્યાં અતિ નિમ્ન મધ્યમ, મધ્યમ વર્ગના છોકરા છોકરીઓ ભણવા આવતા હોય. તેમની પાસે એક ચોક્કસ ધ્યેય હોય એ ધ્યેય પૂરું કરવાનું હોય. પોતાના બળે, જીવનમાં કંઇક કરી બતાવવની મહેચ્છા રાખતા હોય. એક બીજાને સાથ સહકારની ભાવના હોય, એક બીજાની લાગણીઓ જાણવાની ઈચ્છા રાખતા હોય. જ્યાં પૈસો નહિ પણ માનવતા,પ્રેમભાવને મહત્ત્વ અપાતું હોય. એવા છોકરાઓ,છોકરીઓ ફક્ત સામાન્ય કોલેજમાં જ જોવા મળે. જે સાયકલ પર આવતા હોય સાથે પાછળ મિત્રને બેસાડી લાવતા હોય.

  પુત્રી સંજનાની વાત સાંભળી પિતા સુંદરલાલ અવાક પામી ગયા. એમને મનોમન થયું કે હવે સંજનાને સમજાવવાનો કોઈ મતલબ નથી. તેની ખુશીમાં આપણી ખુશી અને તેમણે સામાન્ય કોલેજમાં પ્રવેશ મેળવવા સંમતિ આપી દીધી.

*********************************************************

અંજના દરજી એક અતિ સામાન્ય પિતાની દીકરી હતી. દેખાવમાં ભલે શામળી હતી પણ આકર્ષક દેહ લાલિત્ય હતું. બોલવામાં ચપળતા, કામકાજમાં હોશિયાર ,સમજુ હતી. તેના પિતા બેચરભાઈ દરજી સિલાઈનું કામ કરતા હતા. એક રૂમ રસોડાના નાનકડા ઓરડામાં તેના પિતા, પુત્રી અંજુ, પત્ની સુલભા અને બાર વર્ષનો પુત્ર મેહુલ સાથે રહેતા હતા. કપડાંની સિલાઈ કામમાંથી જે કંઈ મળતું તેના પર આજીવિકા ચાલતી હતી. આવકનો બીજો કોઈ સ્ત્રોત હતો નહિ. જે શાળામાં અંજુ ભણતી હતી તે જbશાળામાં અને તેના ક્લાસમાં જ સંજના ભણતી હતી. બંને વચ્ચે પાકી દોસ્તી. પોતે મોટા બાપાની છોકરી છે એવી છાપ કોઈ દિન સંજનાયે પાડી નહોતી. એક સામાન્ય છોકરીની જેમ રહેતી હતી. કેટલી વાર અંજુના ઘરે જે બનાવ્યું હોય તે જમીને જ જતી.  

 અંજુની મમ્મીના હાથની રસોઈ સંજનાને બહુ ભાવતી. અંજુને ઘર કામમાં પણ મદદ કરતી. બંને કંઈ પણ એક બીજાથી છુપાવતા નહોતા. પણ કહેવાય છે ને કે સમય જ્યારે કરવટ બદલે ત્યારે એ જોતું નથી કે માણસ કેવો છે,કેવી પરિસ્થિતિમાં જીવે છે. ગરીબ અને ઈમાનદારીથી જીવવાવાળાની વધુ પરીક્ષા લેતો હોય. એક પાછળ એક નાના મોટા આંચકાઓ આપ્યા જ કરે છે. તેવોજ એક મોટો આંચકો અંજૂને આપ્યો. એના પિતા બેચરભાઈને જમણી બાજુએ લકવો થઈ ગયો હતો. મોં વાંકું થઈ ગયું હતું. હાથ પગ પણ સહેજ ફરી ગયા હતા. હાથ પગ ચેતના હિન થઈ ગયા હતા. પરિવાર પર આભ તુટી પડ્યું. અંજુનાં,તેના ભાઈના સપના ચકદાઈ ગયા. સપનાનો મહેલ તૂટી પડ્યો. ભવિષ્ય અંધકાર મય થઈ ગયું. આજીવિકાનું બીજું કંઈ સ્ત્રોત ન હોવાથી અંજુને ખાનગી નોકરી કરવી પડે તેમ હતું. એણે સંજનાને એક દિન કહ્યું કે તારા પપ્પાની ઓફિસમાં કે બીજા કોઈ ઓળખીતા કે મિત્રની ઓફીસમાં મારા લાયક નોકરી હોય તો કહેજો મને નોકરી કરવી છે. પપ્પાની પણ સારવાર કરાવવી છે ભલે સિલાઈ કામ નહિ થાય તો કઈ નહિ પણ સાજા કરવા છે. મેહુલિયાને પણ ભણાવવો છે. જવાબદારી માથે પડી છે એટલે તું મારું આટલું કામ ચોક્કસ કરજે.  

સંજનાએ બધી વાત શાંતિથી સાંભળી લીધી.

"હમમ.. નિસાસો નાખતાં એ બોલી, " હવે હું કઈ બોલું ? જો તારું બોલવું પતી ગયું હોય તો ?"

" હા બોલ.. " અંજુએ જવાબ આપ્યો.

  પહેલી વાત.. તું એકલી છે.. કોઈ નથી મદદે એવું વિચારવાનું છોડી દે. કોઈ નથી પણ હું છું ને તારી મદદે. તું શું કામ ચિંતા કરે છે. મે તો ક્યારનું વિચારી લીધું છે ફક્ત તારી અને તારા મમ્મી પપ્પાની સંમતિ જોઈએ. "

" બોલ શું વિચાર્યું તેં ?" અંજુ જાણી લેવાના ઉત્સુકતાથી બોલી.

" જો સાંભળ, તને અને મેહુલને જેટલું ભણવું હોય તેટલું ભણજો. ભણતરનો ખર્ચ હું ઉપાડિશ. તારા પપ્પાનો ઇલાજ પણ હું કરાવીશ. હું પોતે આ ખર્ચો ઉઠાવિશ. ઉપરાંત ઘર ખર્ચ પણ.. "

" તું આ શું કરવા જઈ રહી છે ? ભણતરનો ખર્ચ તો તું જાણે છે એ કઈ સામાન્ય ખર્ચ નથી સંજુ. લાખોમાં જાય છે. " 

" તું તેની ચિંતા નહિ કર. મારી પર છોડી દે. ચાલ તારી મમ્મી આગળ વાત કરું. તારી આગળ બહેશ કરીને ફાયદો નથી.

અને સંભાળ તને એવું લાગતું હોય કે હું તારી ઉપર અહેસાન કરી રહી છું તો જ્યારે વખત આવશે ને ત્યારે તેનું વળતર આપી દેજો. એટલે તને ભાર નહિ લાગે જીવનભર.

સંજનાએ અંજુની મમ્મીને બધી હકીકત કીધી. કેવી રીતે કરશે ,શું આયોજન છે તે બધું જ કહ્યું.

" પણ બેટા, તારા પપ્પા સંમત થશે ? આટલા પૈસા તું ક્યાંથી લાવીશ ? આખી દુનિયા તને પણ અને અમને પણ પૂછશે કે ક્યાંથી પૈસા લાવ્યા આટલા ? તું જાણે છે કે મેડિકલનો કેટલો ખર્ચ થાય છે ?

"આંટી, આ જ સમય છે કૈક કરી બતાવવાનો,આ જ સમય છે એક બીજાને મદદરૂપ થવાનો, આ જ સમય છે રડતાના આંસુ લૂછવાનો ,આ જ સમય છે ઇન્સાનિયતનો,અને સહુથી ઉચ્ચ એટલે... આ જ સમય છે મિત્રતા નિભાવવાનો. મિત્રતાની વ્હારે આવવાનો. મને હવે એ જ કરી બતાવવું છે. મિત્રતાથી ઉચ્ચું કોઈ સ્થાન નથી. "

 " ભલે બેટા,જેમ તું ઇચ્છે તેમ પણ બધું સાચવી ને કરજો. પૈસાનો મામલો છે. કઈ એવું ન બની જાય કે પૈસાને લીધે તમારી મિત્રતામાં તિરાડ પડે. કેમ કે એક વાર તિરાડ પડે ને તે સાંધીએ તો પણ ઝીણી તિરાડ તો દેખાય છે. એટલે તું સાચવીને કરજે. જ્યારે તને એવું લાગે કે હવે બધે ખબર પડી ગઇ, દુનિયા વાતોને ચકડોળે ચડી ગઈ તો તે જ ઘડીએ તું બંધ કરી દે. "

"ઓકે આંટી" સંજનાએ ટૂંકમાં જ જવાબ આપ્યો.

બીજે દિવસે અંજુ, અને સંજુ બંને બેચરભાઈને ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં લઈ ગયા. ફિઝિયોથેરાપિસ્ટે બધું ચકાસી લીધું.  

" સારું થયું. ભગવાનના પાડ માનીયે કે જમણી બાજુ થયું. ડાબી બાજુ થયું હોત તો મોટો અનર્થ પણ થઈ શક્યો હોત. મસાજથી આવી જશે. તમારા ઘરમાં કોઈ યુવાન પુરુષ હોય તો હું બતાવું કસરત ,મસાજ કઈ રીતે કરાવવું. તે મુજબ કસરત ,મસાજ કરાવી શકે અથવા તો મસાજ કરવાવાળો રાખવો પડશે. રોજ સવાર સાંજ બે સમયે એક એક કલાકની મસાજ કરશે. મહિને ૧૫૦૦ રૂપિયા લેશે. છ મહિનામાં જ ફરક દેખાવા માંડશે. "

" ડો. સાહેબ એમના ઘરમાં તો કોઈ યુવાન પુરુષ છે નહિ. એમનો એક દીકરો છે ૧૨ વર્ષનો છે એટલે તમે મસાજરની જ વ્યવસ્થા ગોઠવી આપો. દર મહિને ૧૫૦૦ મળી જશે. " સંજુ બોલી.

" ઓકે. તો કાલથી મોકલું છું. મને સરનામું અને મોબાઈલ નંબર લખાવી દો. સંજનાએ અંજનાનો મોબાઈલ નંબર અને સરનામું લખાવ્યું.

બેચરભાઈને લઈ ત્રણે ઘેર આવ્યા. સંજના પોતાના ઘરે જતી રહી.

રોજ સવાર સાંજ એક એક કલાક માટે મસાજર આવે. મસાજ અને કસરત કરાવે. ત્રણ મહિનામાં જ થોડો થોડો ફરક જણાતો થયો. જોતજોતંમાં છ મહિના પૂરા થઈ ગયા હતા. બેચર ભાઈ પહેલા જેવા હતા તેવા જ નોર્મલ થઈ ગયા હતા. સિલાઈ કામ પણ શુરૂ કરી દીધું. અંજુએ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો હતો. અંજુને સ્ત્રી રોગના નિષ્ણાત ( ગાયનેકોલોજિસ્ટ) થવું હતું પણ કોણ જાણે એકદમ જ લાઇન બદલી નાખી અને એમ ડી ફીજીશિયન બની ગઈ. શહેરની સાર્વજનિક હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા જતી હતી. બે વર્ષની નોકરી કર્યા બાદ તેની સાથે ભણતા એક મરાઠી યુવાન ડોકટર મકરંદ પટવર્ધન જોડે આંખ મળી જતા કોર્ટ મેરેજ કરી લીધા હતા.

લગ્ન પછી બંને ડોકટર પતિ પત્નીએ પોતાનું ક્લિનિક ખોલી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી અને સાથે સાથે શહેરની નામાંકીત ખાનગી હોસ્પિટલ સંજીવની હોસ્પિટલમાં સેવા પણ આપતા હતા.

  ***************************************************************************************

બોબ કટ, મોં પર ડબલ માસ્ક પહેરલું,હાથમાં મોજા,સફેદ ઓવર કોટ પહેરેલ,શરીરે સહેજ સ્થૂળ દેખાતી,શ્યામ વર્ણીય પણ આકર્ષક દેહ લાલિત્ય દેખાતી ડો. માધુરી પટવર્ધન એટલે સંજના માહેશ્વરીની એક સમયની શાળા કોલેજની દિલોજાન બહેનપણી " અંજના દરજી" એટલે અંજુ હતી.

જ્યારે સંજનાને સ્પેશ્યલ રૂમમાં લાવ્યા તે દિવસે બપોરના રાઉન્ડમાં ડો. માધુરી ચેકઅપ માટે આવ્યાં ત્યારે સંજના જોઈએ ચોંકી ગઈ હતી.

બહેનપણીને જોઈ વિસ્મયતાથી સંજુ બોલી, "" અંજુ!!!"

અંજુએ મંદ સ્મિત રેલાવતા બોલી, " હા.. સંજુ"

મારા થી ઓળખાઈ નહિ. આખો ગેટઅપ જ બદલાઈ ગયો તારો. "

અંજુ : હા સંજુ, તે મને નહોતી ઓળખી પણ મેં તો તને ઓળખી લીધું હતું. પણ તે સમયે તારી હાલત નાજુક હતી. તને હોશકોશ નહોતા. ઉપરાંત મે માસ્ક,ઓવર કોટ,મોજા પહેરેલ હતા એટલે નહિ ઓળખાઈ હોય. પણ મેં તને જાણીજોઈને ઓળખાણ બતાવી નહોતી.

અંજુએ પૂછ્યું કે કેવી રીતે એઇડ્સ થયો ? શું ખોટું કામ કર્યું તેં ? કોનાં સંપર્કમાં આવી હતી.

અંજુ એક આપવીતી છે

સાંભળ હવે....... સંજુએ કહેવાની શરૂઆત કરી...

મારા પપ્પાના એક વ્યવસાયિક મિત્ર હતા ભારમલ માહેશ્વરી જે મારવાડી જ્ઞાતિના હતા. તેમની પત્ની કૃષ્ણા ગૌરી. તેમના બે પુત્રો મોટો સંજીવ અને નાનો રાજીવ. મોટો સંજીવ કોલેજ પૂરું કરીને તેના પિતાના વ્યવસાયમાં મદદરૂપ થતો હતો અને કારોબાર સાચવતો હતો. નાનો રાજીવ કોલેજમાં ભણતો હતો. મોટા પુત્ર સંજીવ માટે છોકરીની શોધખોળ કરતા હતા. તેમને જ્ઞાતિબાધ નહોતું. ફક્ત મોટા ઘરની એટલે કે પૈસાદારની છોકરી જોઈતી હતી. તેમનો પણ બિલ્ડિંગ મટીરીયલ અને બિલ્ડરનો વ્યવસાય હતો.

માર્કેટમાં નવા નવા સ્પર્ધકો ફૂટી નીકળ્યા હતા જે ઓછા ભાવે ધંધો કરતા હતા જેની માઠી અસર મારા પપ્પાના ધંધા પર પડી. જામેલો ધંધો બેસી જવાની અણી પર હતો. માથે દેવું વધી ગયું હતું. દેવાના ડુંગર તળે દબાતા હતા. લેણદારો અડ્ડો જમાવીને બેઠાં હતા. પપ્પા પર દબાણ લાવતા હતા.

આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી ભારમલ માહેશ્વરી મારા પિતાના વ્હારે આવ્યાં. તેમણે મારા પિતાજી આગળ પ્રસ્તાવ મૂક્યો. એમના મોટા દીકરા સંજીવના મારી સાથે લગ્ન કરાવો તો હું તમારું દેવું ચૂકતે કરી દઈશ. મારા પપ્પાએ એક પળનો વિચાર કર્યા વગર સંમતિ આપી દીધી. મને પણ પૂછ્યું નહિ. પપ્પાની હાલત મારાથી જોવાઈ નહિ. દેવામાં અમારો ૪. ૫ કરોડનો બંગલો પણ વેચાઈ ગયો. એક બી. એચ. કેમાં ભાડેથી રહેવા ગયા. અમારા લગ્ન ધૂમધામથી થયા. અમારો ખર્ચ પણ ભારમલ માહેશ્વરીએ જ કર્યો હતો. મનોમન મે પણ મારી જાતને ખુશનસીબ સમજી બેઠી.  

સુહાગરાત મનાવ્યા વગર અમે હનીમૂન માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા. ૧૫ દિવસનો પેકેજ ટુર હતો. સુહાગરાતની દિવસે સંજીવને મે દવાની ટીકડીઓ લેતા જોયો. મે પૂછ્યું કે શેની દવા લો છો તો મને કહે આબોહવા બદલાઈ જાય એટલે મને વાયરલ થાય એટલે કળતર,માથાનો દુખાવો ઝીણો તાવ વગેરેની દવા લઉં છું. મેં સાચું માની લીધું. સવારના ઉઠી અમે ફરવા નીકળ્યા. પંધર દિવસ ચૌદ રાત અમે રહ્યા પણ એક પણ રાત સુહાગરાત નથી બની. હું મનોમન ઉદાસ હતી પણ મનને મનાવી લીધું કે કદાચ ઠંડકને લીધે ,આબોહવા માફક નહિ હોય એટલે જ અમે સુહાગરાત નહિ મનાવી શક્યા.

 પંદર દિવસ બાદ હું અમારા બેડરૂમમાં સંજીવનું કબાટ ખોલી બધું વ્યવસ્થિત કરતી હતી. તેમનાં કપડાંની ગડીમાંથી એક જૂની પુરાણી ફાઈલ નીકળી. મે ફાઈલ ખોલી અને અંદરના કાગળિયા જોવા લાગી. લગભગ ૧૦ જાતના મેડિકલ રીપોર્ટ હતા. સંજીવમા પુરુષાર્થની ખામી હતી. એ પિતા બનવાના લાયક નહોતો. રિપોર્ટ વાંચી મને ચક્કર આવવા માંડ્યા ત્યાં બેડપર ઢળી પડી. મારા હોશકોશ ઉડી ગયા હતા. પગ તળેથી જમીન ખસી ગઈ. આ લોકોએ મારી સાથે દગો કર્યો હતો. મને છેતરી હતી. મારું જીવન અંધકારમય બની ગયું હતું.

એક દિવસ સંજીવ,એના માતા પિતા અને ભાઈ રાજીવ હોલમાં બેઠા હતા. મને એમ કે ધંધા વ્યવસાયની વાતચીત હશે. પણ મેં જ્યારે ધ્યાનથી સાંભળ્યુ તો અવાક બની ગઈ. બહુ ખતરનાક આયોજન કરતા હતા. હું એમની મેલીમુરાદ ઓળખી ગઈ હતી પણ મને કઈજ ખબર નથી તેવો ડોળ કરી મનમાં મનમાં આયોજન કરતી હતી કે શું કરવું ને શું નહિ.

એક દિન સાસુ લાગ જોઈ મારા બેડરૂમમાં આવ્યા.

" જો સંજના, અમારા ખાનદાનને કુળદીપક જોઈએ. સંજીવ નામર્દ છે. તારે એના નાનો ભાઈ રાજીવ જોડે એના બેડપર સુવવું પડશે. હું કઈ જાણું નહિ. સંજીવને આ બાબત કઈજ વાંધો નથી. તારે સૂવું જ પડશે. " 

સાસુનો મનસૂબો સાંભળી હું ડઘાઈ ગઈ. મને પાપ કરવા પ્રેરતા હતા. મેં ના પાડી તો મને ધમકી આપતા કહ્યું, " તો વિચારી લે તારા ભવિષ્યનું" અમે આ વાત છુપાવી રાખીશું. સમાજમાં કોઈને કાનોકાન ખબર નથી પડવાની. સંજીવ નામર્દ છે. સમાજની નજરોમાં કુળદીપક તારો અને સંજીવનો કહેવાશે પણ હકીકતમાં તારો અને રાજીવનો છે. અને આ હકીકત આપણે જ જાણીએ છીએ. નહિતર સંજીવના પિતા તારા બાપા જોડે ઉઘરાણી ચાલુ કરી દેશે. હવે તારે વિચારવાનું છે"

 એ લોકોએ બ્લેકમેઇલીંગ કરવાનું ચાલુ કર્યું. મને આવતા જતા ટોર્ચરિંગ કરતા હતા. મેં સંજીવને પૂછ્યું કે આ શું થવા જઈ રહ્યું છે તો એણે પણ કહ્યું હું કઈ કરી શકું એમ નથી. મમ્મી પપ્પાનો નિર્ણય એ અંતિમ નિર્ણય. હવે તારે વિચારવાનું છે. " 

પતિની વાત સાંભળી હું તો બેબાકળી બની ગઈ. મે પણ મારી શરતો મૂકી.

પહેલી શરત કુલ સંપત્તિમાંથી ૬૦% સંપત્તિ મારા નામે. એટલે મારું લગ્ન પહેલાંનું નામ. ૪૦ %કુળ દીપકને નામે. બીજી શરત આવનાર બાળકના નામ સાથે હું મારું નામ જોડિશ નહિ કે એના પિતાનું. એ ચારે જણા વચ્ચે લાંબી મંત્રણા ચાલી. એ લોકો સંમત નહોતા થયા. એટલે મે ના પાડી. એ લોકો મને ધમકીઓ પણ આપવા લાગ્યા. મારા પપ્પા પાસેથી ઉઘરાણી કરવાની ધમકીઓ આપતા હતા. મારા જાનને જોખમ હતું.

 પણ હું મારા નિર્ણય અને શરતો પર મકકમ હતી. બે ત્રણ દિવસ રહીને મારી સાસુએ કહ્યું કે એ લોકોને મારી શરતો મંજૂર છે પણ મે મૌખિક નહિ લેખિતમાં માગ્યું એટલે સાસુ અને સસરા છંછેડાયા. પાછી મને ધમકીઓ આપવા લાગ્યા.

મે કહ્યુ આ તો મે મારી કુખ તમને ભાડે આપ્યું તેનું ભાડું મે માગ્યું. હજી બીજી માગણીઓ પણ છે જે સમય જતા તમને સ્વીકારવી પડશે. મને અદાલતના દરવાજા ખખડાવવા માટે મજબૂર નહિ કરો. એટલે લોકો સાબદા થઈ ગયા અને અંતે મારી શરતો લેખિતમા સ્વીકારી. વકીલને બોલાવી વિલ બનાવ્યું સ્ટેમ્પ પેપર પર મારી શરતો મૂકી બધાની સહીઓ લીધી. મૂળ પ્રત મે મારી પાસે રાખી. બેંકમાં મારા નામનું લોકર હતું તે એમને ખબર ન્હોતી. એ લોકરમાં મે સુરક્ષિત રીતે મૂકી દીધા.  

મે મારી જાતને રાજીવને સોંપી દીધી હતી. રોજ રાત્રે મારે એની સાથે સૂવાનું. પેલો. ભૂખ્યા વરુની જેમ મારી ઉપર તૂટી પડતો. જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ મારા દિમાગમાં નવા વિચારો,નવું આયોજન પેદા થતું હતું. કાયદાની અડફેટે લેવાનું મે વિચાર્યું હતું. ત્રીજો મહિનો બેસ્યો મને મારી સાસુ ગાયનેક ડોકટરની ત્યાં તપાસણી માટે લઈ ગયા. મારા ગર્ભમાં ઉછેરતું શિશુ સશક્ત છે કોઈ સમસ્યા નથી. આ મૌખિક રિપોર્ટ તેમણે સાસુને આપતા સાસુ ખુશખુશાલ થઈ ગયા.

સસરાને ખબર પડતાં તેઓ પણ ખુશ થઈ ગયા. પતિ સંજીવ ઉપર કોઈજ અસર કે ગમ, પસ્તાઓ દેખાતો નહોતો. આ વાત રાજીવને ખબર પડતાં એ મનોમન છંછેડાયો. મનોમન નવા આયોજનને આકાર આપતો હતો.

 સવા મહિના બાદ એટલે ચોથો મહિનો બેસ્યાંને એક અઠવાડિયા પછી ફરીથી મને ડોકટરને ત્યાં લઈ ગયો. આ વખતે સાસુ કે સસરા કે સંજીવ નહોતો આવ્યો. એકલો રાજીવ આવ્યો હતો. હોસ્પિટલમાં મને ડોકટર તપાસણી માટે કેબિનમાં બોલાવે તેં પહેલાં રાજીવ ડોકટરને મળી આવ્યો હતો. મારા શંકાની સોય હલવા લાગી. હું પણ જાગૃત થઈ.

ડોકટરે મને અંદર બોલાવી તપાસ્યું અને કહ્યું કે ગર્ભનો વિકાસ અટકી ગયો છે. પહેલાં કરતાં ઘણો નાનો થઈ ગયો છે. કદાચ ગર્ભપાત કરાવવું પડશે. મે ડોકટરને કહ્યું મને તે લેખિતમાં આપો. ડોકટર મારો નેગેટિવ રિપોર્ટ લેખિતમાં આપવાની આનાકાની કરતા હતા. એટલે હું તરત સમજી ગઈ કે દાળમાં કંઇક કાળું છે.

મને ખાતરી થઇ હતી કે પેલો રાજીવ ડોકટરની કેબિનમાં કઈ કંઇક તો રાંધી આવ્યો.  છતાંય બીજે દિવસે હું રિપોર્ટ લેવા ગઈ. ડોકટરે રિપોર્ટ ન આપ્યો.  હું ઘરે પાછી આવી. રાજીવ સાસુ સસરાને શાંત પાડતા કહેતો હતો કે હજુ બાજી બગડી નથી. કોશિશ ચાલુ રાખીશું. એક વાર નિષ્ફળ થાય એટલે નિરાશ નહિ થવાનું. એની મુરાદ હું જાણી ગઈ હતી. એણે મારી સાથે શરીર સુખ માણવામાં મજા પડી હતી. જો પોઝિટિવ રિપોર્ટ અપાયો હોત તો મારી સાથે શરીર સુખ માણવા નહિ મળતે.

 હું પાછી હોસ્પિટલમાં ડોકટરને મળવા ગઈ. મને કેબિનમાં બોલાવી. મે ગોળગોળ વાત ન કરતા મુદ્દા પર આવી. ડોકટરને સીધું પૂછી જ લીધું કે ખરેખર મારો રિપોર્ટ નેગેટિવ છે ? ગર્ભનો વિકાસ નથી ? 

ડોકટરે મક્કમતાથી કહ્યું કે “ હા.. નેગેટિવ છે. ”

 મે પૂછ્યું કે “ કેટલા રૂપિયા તમને મળ્યા આ કામના ?” 

ડોકટર ચોંકી ગયા. મારી ઉપર ખીજવવા લાગ્યા. ગુસ્સેથી મને કે તમે મારી ઉપર આરોપ લગાઓ છો મેડમ. હું નુકસાનીનો ,બદનક્ષીનો દાવો કરી શકું છું

તમારી પાસે શું સબૂત છે કે મેં તમને નેગેટિવ રિપોર્ટ એટલે ખોટો રિપોર્ટ આપ્યો છે. ? છે લેખિતમાં ?

 મેં કહ્યું હું જો હમણાં પોલીસમાં ફરિયાદ નોંધવું તો પોલીસ અહી આવીને તમારા આખા સ્ટાફ ને બોલાવી જબાની લેશે. બીકને મારે બધા કબૂલી દેશે ઉપરાંત તમારા હોસ્પિટલના સી સી ટી વી કેમેરા ચેક કરશે. તેમાં તો બધું રેકોર્ડીંગ તો છેજ ને.. ! 

મે કહ્યુ કે “ જૂઠું બોલશો તો પકડાઈ જશો. મેં બીજેથી રિપોર્ટ કઢાવ્યો છે. પોઝિટિવ રિપોર્ટ છે. તે પણ ગઈ કાલનો જ રીપોર્ટ છે. “ પછી ડોકટર ગભરાયા.

મારી સાથે નેગોશિએશન કરવા માગતા હતા. એટલી વારમાં એમની કેબિનમાં એક ૬-૭ વર્ષની છોકરી અને એની પાછળ એક બહેન કેબિનમાં દાખલ થયા. એ છોકરી ડોકટરને પપ્પા કહીને વળગી પડી. હું સમજી ગઇ કે આ છોકરી એમની દીકરી છે અને એ બહેન એમની પત્ની છે. મે તરત કહ્યું કે આ તમારી દીકરીના માથે હાથ મૂકીને કસમ ખાઓ કે તમે ખોટો રિપોર્ટ આપ્યો હતો તે માટે તમે કેટલા રૂપિયાની લાંચ લીધી. મારી વાત સાંભળી ડોક્ટરના પત્ની પણ ડોકટર પતિ પર બહુ ગુસ્સે થયા. “ તમે પૈસાની લાલચે બહુ ખોટું કામ કર્યું છે. પાપ કર્યું છે. આ પાપના પૈસા મને મારા ઘરમાં નહિ જોઈએ. હું એક સ્ત્રી છું અને જ્યાં સુધી સ્ત્રીનો સવાલ છે ત્યાં સુધી હું સ્ત્રીનો જ પક્ષ લઈશ અને સાથ પણ આપીશ. ”

મામલો શાંત પાડતા ડોકટરે કહ્યુ, " આમાં કંઈ ઉપાય નહિ થઈ શકે ?

મે કહ્યુ વકીલની સલાહ લેવી પડે. પછી વાત. મારા ઓળખાણમાં એક વકીલ છે તેમને મળીને કહું.

 મેં પૂછ્યું ,,"કેટલી લાંચ લીધી હતી ?"

ડોકટરે કહ્યું, '" ૫ લાખ"

મે એમને ડબલ ઓફર આપી. તેમને ના પાડી. હવે ખોટો રૂપિયો કદીયે ન લઉં.

ડોકટર જોડે વાતચીત કરીને હું ઘરે આવી.

 બીજે દિવસે વકીલને ઓફીસે ગઈ અને તેમને મળી.

અંજુ : " કયો વકીલ છે" ?

સંજુ : તું ઓળખે છે. પ્રવીણ આમરે. આપણી સાથે આપણી જ ક્લાસમાં ભણતો હતો. ભંડારી ચાલીમાં રહેતા હતો.

અંજુ : હા. હા. યાદ આવ્યું.

પ્રવીણને મે આજ દિન સુધીની બધી હકીકત બયાન કરી. એને પણ નવાઈ લાગી. મને ધીરજ આપતા બોલ્યો" આમ તો તારો કેસ મજબૂત લાગે છે. પણ તારી સાથે જે શારીરિક ઘટના ઘઢી તેને બળાત્કારમાં ફેરવવા તારી પાસે સબૂત છે" ?

મે કહ્યુ, હા છે. બેંકમાં લોકરમાં છે અને એક એક કોપી મારા ઇ મેઇલમાં પણ સાચવી રાખી છે. "

વાહ સારું કર્યું. હવે એક કામ કરજે ડોકટરને મળજે અને હું કહું તેમ કરવાનું કહેજો. પછી આપણે નોટિસ મોકલી કેસ કરીશું. તારી કેસ વધુ મજબૂત થશે. હું હોસ્પિટલમાં ડોકટરને મળવા ગઈ. વકીલે કહ્યા મુજબ આયોજન કરી રાખવા કહ્યું. ડોકટર પણ રાજી થઈ ગયા. ડોકટરે પાછું કહ્યું કે મને ફસાવતા નહિ. કોર્ટમાં મારે શું કહેવાનું ? મે કહ્યુ તે તમને વકીલ કહેશે.

ચાર દિવસ પછી હોસ્પિટલમાં ગર્ભપાત માટે લઈ જવાના હતા. તે પહેલાં મે સાસુ સસરા આગળ એક મમરો મૂકી દીધો. ગર્ભનો લેખિતમાં ડોક્ટરનો નેગેટિવ રિપોર્ટ લેવાનો. પહેલાં આનાકાની કરતા પછી માની ગયા. ચોથા દિવસે અમે હોસ્પિટલમાં ગયા. મારી સાથે સાસુ,અને રાજીવ આવેલા. રાજીવે રિપોર્ટ માંગ્યો. ડોકટરે આનાકાનીનો ડોળ કર્યો. અંતે માની ગયા. ગર્ભપાત માટે ત્રણ દિવસ રહીને આવવાનું કહ્યું અને અમે ઘરે આવ્યા.  

ડોકટરે રાજીવને કહ્યું, " હું તમને મારું લેટર પેડ બનાવી આપુ છું અને સાથે રીપોર્ટની મજકુર લખાવું છું. તમે એક કોરા કાગળ પર હું કહું તેમ લખતા જાઓ. પછી બે ત્રણ સહિના નમૂના આપુ છું. તે મુજબ તમે બહાર કશે થી પણ ટાઇપ કરાવી લ્યો અને સહિની પ્રેક્ટિસ કરી પછી આમાં સહી કરી દેજો.

રાજીવને એમ કે ડોકટર મારી સેઇફ સાઇડ માટે ખોટો રિપોર્ટ આપી રહ્યા છીએ. એણે એ વાતની જરાય ગંધ આવવા દીધી નહિ કે હું અને ડોકટર સુ કરવા જઈ રહ્યા છીએ.

ચોથા દિવસે અમો ગર્ભપાત કરવાના ઉદ્દેશથી હોસ્પિટલ ગયા. ડોકટરે મારું પ્રેશર માપ્યું અને કહ્યું કે પ્રેશર લેવલમાં નથી. અઠવાડિયા પછી કરીએ. ત્યાં સુધીમાં પ્રેશર લેવલ કરી રાખજો. ડોકટરની સલાહ મુજબ કરવાનું એમ માની અમે ઘરે આવ્યા. બીજે દિવસે પ્રવિણની ઓફીસે ગઈ. બધી હકીકત વિગતવાર કીધી હવે કેસ કરવામાં રસ્તો સાફ થઈ ગયો હતો. કાલે કેસ ફાઈલ કરી દઈએ. તે મુજબ પ્રવીણે ડ્રાફ્ટિંગ કરી મને વંચાવી. થોડા ફેર બદલ કરી અંતિમ ખરડો તૈયાર કર્યો. હું નિરાંત અનુભવતી હતી. થોડી તણાવ મુક્ત થઈ હતી.

 જે દિવસે ગર્ભપાત માટે જવાના હતા તેના આગલી દિવસે વકીલે નોટિસ મોકલી અને કેસ ફાઈલ કર્યાની જાણ કરી. નોટિસ વાંચી બધા ફફડી ગયા. મને એલફેલ બોલવા લાગ્યા. પાછી ધમકીઓ આપવા લાગ્યા. "જોઈ લઈશું તને કોર્ટમાં. " હું એકદમ અલમસ્ત હતી. એમણે પણ એક વકીલ રાખ્યો અને નોટિસનો જવાબ આપ્યો. આ મહિનાની પંદર તારીખે કોર્ટમાં સુનાવણી માટે હજર થવાનું હતું.  

સવારે ૧૧ વાગે બધા હજર થયા. ૧૧. ૩૦ને સુનાવણી શરૂ થઈ. બંને પક્ષના વકીલોએ દલીલો કરી. પુરાવા આપ્યા. સામે પક્ષનો વકીલ પણ હોશિયાર હતો. દલીલોનો બરાબર જવાબ આપતો હતો. આરોપીના વકીલે મારો નેગેટિવ રિપોર્ટ જે ખોટો હતો તેની ફાઈલ જજ સાહેબને આપી.

 છેલ્લે પ્રવીણે જજને બે ફાઈલો આપી. એકમાં પોઝિટિવ મારો સાચો રિપોર્ટ અને બીજી ફાઈલ ડોક્ટરના અન્ય દર્દીઓને આપેલા ૮ થી ૧૦ રિપોર્ટ.  

જજ સાહેબે ત્રણે રિપોર્ટ ઝીણવટથી જોયા. એટલેક ઘડિયાળમાં પાંચ વાગ્યા હતા. કોર્ટનો સમય પુરો થઈ ગયો. જજ સાહેબ હવે પછીની સુનાવણી ચાર દિવસ પછી રાખવાનું જણાવ્યું અને કામકાજ મુલતવી રાખ્યું.

 ઘરે આવીને મને બધા માનસિક ત્રાસ આપતા થયા. શાબ્દિક ત્રાસ આપતા થયા. મારું મનોબળ ઓછું કરવા માટેના પ્રયાસો કરતા હતા. તેમને એવું કે મારી કેસ કમજોર છે. હું કેસ ચોક્કસ હારવાની.  

ચોથા દિવસે સવારે ૧૧વાગ્યે બધા કોર્ટમાં હાજર થયા. મારા તરફથી હું એકલી અને વકીલ પ્રવીણ હતા. જ્યારે સામે પક્ષે સાસુ, સસરા, સંજીવ અને રાજીવ એમ ચાર જણા હતા. ૧૧ વાગ્યે જજ સાહેબ આવ્યા. મારા વકીલ પ્રવિણને પૂછ્યું હજુ કોઈ બીજા સબૂત છે ? સામે પક્ષના વકીલને પણ આ જ પૂછ્યું. બંને વકીલોએ ના પાડતા જજ સાહેબ બોલ્યા,

 " બંને પક્ષોના વકીલોની દલીલ બાજી અને અદાલતમાં સુપરત કરેલ પુરાવાને આધારે અદાલત ચુકાદો આપતાં કહે છે કે આરોપી રાજીવ મહેશ્વરીએ ફરિયાદી સંજના સંજીવ માહેશ્વરી ઉપર બળજબરીથી બળાત્કાર કરવાની કોશિશ કરી જેનો વિડિઓ પુરાવા તરીકે છે.  

તેમજ ફરિયાદી પક્ષના વકીલે ડોક્ટરની બે ફાઈલો આપી હતી જેમાં ફરિયાદોનો રિપોર્ટ હતો અને બીજીમાં અન્ય દર્દીઓના રિપોર્ટ હતા.

 જજ સાહેબ સુનાવણી આગળ ધપાવતા બોલ્યા કે મને ત્રણ ફાઈલો આપવામાં આવી હતી એક ફાઈલ આરોપીની અને બે ફાઈલો ફરિયાદીની.  

૧) ફરિયાદીનો રિપોર્ટવાળો કાગળ , અન્ય દર્દીઓના રિપોર્ટનો કાગળ અને આરોપીના રીપોર્ટની કાગળ તેમાં આરોપીના રીપોર્ટની કાગળ અને ફરિયાદી એ આપેલ બંને ફાઇલોમાં શામેલ રિપોર્ટના કાગળની ગુણવત્તામાં ફરક છે.

૨) ત્રણે ફાઇલોમાં જે રિપોર્ટ છે તેમાં ડોકટરની સહિમાં પણ ફરક છે. અન્ય દર્દીઓની ફાઇલોમાં જે સહી છે તેમાં ડોકટરની સહીની નીચે એક લીટી છે જે જમણી બાજુ ઉપર તરફ જાય છે અને એ લીટીની નીચે ત્રણ ટપકા છે જેમાં પહેલાં બે ટપકા નજીક છે અને ત્રીજું ટપકું થોડાક અંતરે છે.

તેવીજ સહી ફરિયાદીના રિપોર્ટમાં પણ છે. પરંતુ આરોપીએ આપેલ રિપોર્ટમાં તેવું નથી. સહીની નીચે જે લીટી છે તે સીધી છે. અને સહીની નીચે જે બે ટપકા છે તે થોડાક અંતરે છે અને એક ત્રીજું ટપકું બીજાની નજીક છે.

 ૩) સહુથી મહત્ત્વનું પાસુ જે આખી કેસ ફરી જાય છે તે એટલે ડોક્ટરનો નોંધણી નંબર જે મેડિકલ એસોસિયેશનમાં નોંધણી થઈ છે. અન્ય દર્દીઓની રીપોર્ટમાં જે નંબર છે તે સાચો છે અને ફરિયાદીના રિપોર્ટમાં જે નંબર છે તે પણ સાચો જ છે. અને આરોપીના રિપોર્ટમાં આપેલ નંબર બે આંકડાથી ફરક છે. એટલે નંબરના છેલ્લા બે આંકડા આગળ પાછળ થઈ ગયા છે. એટલે ખોટો નંબર છે. આ બંને નંબરોની અદાલતે મેડિકલ એસોસિયેશનમા પુછાવ્યું હતું તેમના રિપોર્ટ મુજબ અન્ય દર્દીઓના રિપોર્ટમાં જે નંબર છે તે સાચો છે અને આ જ ડોક્ટરના નામે છે જ્યારે આરોપીએ જે ખોટો રીપોર્ટ આપ્યો હતો તેમાં જે નંબર છે તે બીજા કોઈ ડોક્ટરના નામે છે અને એ ડોકટર હાલ પ્રેક્ટિસ કરે છે. એ ડોકટર ચામડી ના રોગીના નિષ્ણાત ડોક્ટર છે. સહીમાં જે ફરક છે તે પણ સહી ના નિષ્ણાતોના રિપોર્ટ મુજબ છે.  

એટલે આ પુરાવા અને અન્ય રિપોર્ટને ધ્યાનમાં રાખી અદાલત આરોપી રાજીવ ભારમલ માહેશ્વરીને ૨૦ વર્ષની જેલ અને ૨ લાખના દંડની સજા ફરમાવવામાં આવે છે. તેમજ ફરિયાદીના સાસુ સસરા અને પતિ સંજીવ માહેશ્વરીને છેતરપિંડીના ગુનામાં દોષી માની ૭ વર્ષની જેલ અને પ્રત્યેકી ૧-૧ લાખનો દંડની સજા ફરવવામાં આવે છે. અને ફરિયાદી સંજના માહેશ્વરીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. "

ચારે ચાર આરોપીઓને પોલીસ હિરાસતમાં લઈ કોર્ટમાંથી સીધા જેલમાં લઈ જવામાં આવે.

 અંજુ : સંજુ, મને એક વાત કહે કે તારી પર બળાત્કાર કર્યો તે કેવી રીતે સાબિત કર્યું ? તે શું કર્યું હતું ?"

સંજુ : " અંજુ જે દિવસે હું રાજીવના બેડરૂમમાં સુવા ગઈ અને જ્યારે એને મારા શરીરને સ્પર્શ કરવાની કોશિશ કરી તે દિવસે મે બળાત્કાર થાય ત્યારે પીડિતા જેમ છોડાવવા માટે ધમ પછાડા કરે છે તેમ મે પણ કર્યા હતા અને આગલી દિવસે હું હાઈ મેગા પિક્સલના ડિજિટલ કેમેરા લઈ આવી હતી અને રૂમમાં ત્રણ જગ્યાએ ગોઠવી દીધા હતા અને રિમોટ મે એવી જગ્યાએ મૂકેલું કે કોઈને પણ નહિ ખબર પડે. અડધો કલાક ધમ પછાડા કર્યા તેમાં મારા પહેરેલ કપડા ફાટી ગયા હતા,વાળ વિખેરાઈ ગયા હતા. શરીરે ઉઝરડા પણ હતા. અડધો કલાક મથામણ કર્યા બાદ હું બેડ પરથી ઊઠી અને જ્યાં રિમોટ મૂક્યું હતું તે જગ્યાએ ગઈ અને બેભાન થઇ ઢળી જવાની એકિટંગ કરી. મને નીચે જમીન પર ઢળી પડેલા અવસ્થામાં જોઈ રાજીવ રૂમમાંથી જતો રહ્યો. એ ફરીથી આવશે તેની મને ખાતરી હતી. તે પાછો આવે તેટલી વારમાં કેમેરાના રિમોટની સ્વીચ બંધ કરી દીધી. મારા અંદાજ મુજબ થોડીવારમાં રાજીવ ફરીથી રૂમમાં દાખલ થયો. પણ હું મારું કામ પૂર્ણ કરી ચૂકી હતી.

રાજીવ મારી નજીક આવીને મને ઉઠાવી બેડપર અફાળી અને ધાર્યું કામ કરવામાં સફળ થયો. કેમેરામાં કેદ થયેલ બળાત્કારની ઘટના મે જોઈ હતી તે પેન ડ્રાઈવમાં કોપી કરીને બેંક લોકરમાં મૂકી રાખી હતી જે મે બાદમાં સુનાવણી વખતે પ્રવીણને આપી હતી. બળાત્કારની રેકોર્ડિંગ થયા બાદનું કેમેરામાં કેદ નહોતું થયું કેમ કે તે પહેલાં જ મેં કેમેરો બંધ કરી દીધો હતો. " 

અંજુ : સંજુ , ડોકટરે તને તારો પોઝિટિવ રીપોર્ટ આપ્યો હતો ?

"હા અંજુ જ્યારે હું એમને પ્રવીણની વાત કહેવા ગઈ હતી ત્યારે જ આપ્યો હતો. ડોકટરની જબાની લીધેલી ?”

 "હા અંજુ, લીધેલી. એમને કહ્યું કે ફરિયાદી અને આરોપી બંને અમારી હોસ્પિટલમાં ચેકઅપ માટે આવ્યા હતા. આરોપીએ મને પૈસાની પણ લાલચ આપી હતી.

મે અગાઉથી જ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી આવી છું કે મારા સાસરિયાથી મારી જાનને જોખમ છે. જો એવી કોઇ ઘટના બને તો આ લોકોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જવાબદાર ઠેરવવા. "

તેં જે ડોકટરને કહ્યું હતું કે બીજે ચેક અપ કરાવ્યું હતું ત્યાંનો રિપોર્ટ પોઝિટિવ છે તો ખરેખર ચેક અપ કરાવ્યુ હતું ?

સંજુ : "ના અંજુ, એ તો ડોકટરને સાચું બોલાવવા જ હું જૂઠું બોલી હતી. મારી પાસે જે થેલી હતી તેમાં મારા જૂના રીપોર્ટ ડેન્ગ્યુના હતા. "

અંજુ " સંજુ.. યાર માનવું પડે તને.. એકલી હાથે બરાબર પહોંચી વળી.

આટલું તારી સાથે બન્યું અને મને જાણ પણ નહિ કરી. આપણે કેટલી વાર મળ્યા,વાતો કરી પણ આ વાત તે મારાથી છુપાવી રાખી.

સંજુ : યાર માફ કરી દે. એ મારી એકલીની લડાઈ હતી નાહક તારી સુખી લાઇફમાં કોઈ ટેન્શન આપવા નહોતો માગતી".

તને એચ આઇ વી પોઝિટિવ કેવી રીતે થયો ? કોની સાથે શારીરિક સંપર્કમાં આવી ?

યાર, પેલો રાજીવ કોલેજમાં કેટલીય છોકરીઓ જોડે શરીર સુખ માણ્યું છે પછી મારી સાથે માણ્યું. મને પછીથી ખબર પડી કે એ તો લંપટ છે. ઘણી છોકરીઓને ફોસલાવી હોટેલ કે બીજે લઈ જઈ પ્રેમનું નાટક કરી શરીર સુખ માણતો હતો. આ વાત મને પ્રવીણે કિધી હતી. કેમ કે પ્રવીણનો કઝીન પણ એની ક્લાસમાં જ ભણતો હતો.  

“ઓહ.. એટલે તને એચ આઇ વી પોઝિટિવ થઈ ગયો. ”

 "સંજુ.. કઈ નહિ.. હવે તારો એચ આઇ વી પોઝિટિવ એટલે ગંભીર નથી. સારું થતાં ઓછામાં ઓછાં છ મહિનાનો સમય તો લાગશે. દવા તો ચાલુ રાખવી પડશે પણ હું કહું તે મુજબની ખબરદાર રાખવી પડશે. બહુ ચિંતા કરવા જેવું નથી.  

* એચ આઇ વીને લીધે કમજોરી અને વજન ઓછું થઈ ગયું હોય. એવા સમયે તારે રોજ વ્યાયામ કરવાનો જેથી માંસપેશીઓ અને હાડકા મજબૂત બને, અને દિવસમાં ઓછાંમાં ઓછા ૮ કલાકની ઉંઘ લેવી પડશે. જેટલો આરામ શરીરને મળશે તેટલી સંક્રમણ સાથે લડવાની ક્ષમતા વધશે.

* માનસિક શાંતિ જાળવવી પડશે. ચિંતા,કાળજી સ્વાસ્થ્યને બગાડે છે. એકલા રહેવાથી ડિપ્રેશનનો શિકાર બની શકે. એટલે હું કહું છું તું હવે મારા ઘરે એટલે મારી મમ્મીનાં ઘરે રહેવા આવુ પડશે. સકારાત્મક વિચારો રાખવા. આધ્યાત્મિક,ધાર્મિક ભાવના રાખજો.

* ખાસ તો ખાવા પીવા પર ધ્યાન રાખવું પડશે. દિવસમાં બે કે ત્રણ વાર ખાવા કરતાં થોડી થોડી વારમાં ઓછી માત્રામાં ખાવાનું રાખજો.

* સાફ સફાઈનું ધ્યાન રાખજો. વારંવાર હાથ પગ મોં ધોવાનું રાખજો. અને બીમાર લોકોથી દૂર રહેજો.

* નિયમિત રીતે ડોકટર પાસે તપાસી લેવું અને રિપોર્ટ કઢાવવા. ડોકટર ના કીધાં વગર બીજી કોઈ પણ દવા લઈશ નહિ. બીજી કોઈ દવા લેવાથી સાઇડ ઇફેક્ટ થઈ શકે અને શરીરને વધુ કમજોર બનાવી શકે.

* નશીલા પદાર્થોનું સેવન ટાળવું. આના સેવનથી બેહોશી,ચક્કર આવી શરીર કમજોર પડે છે.

 બસ આટલું કરજે.. છ મહિનામાં જ તું પહેલાં જેવી ટનાટન થઈ જઈશ. પછી તું પુનર્લગ્ન માટે વિચારી શકે. તે માટે તારે છ મહિના રાહ જોવી પડશે.  

 ૧૨માં દિવસે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અંજુએ સંજુને સીધી પોતાના પિયર લઇ આવી. અંજુના આગ્રહથી સંજના અંજુના પિયર રહેવા આવી ગઈ હતી. અંજુ અઠવાડિયે એક વાર સંજુને ચેક અપ કરવા આવે અને સંજુને ખુશ રાખવાની કોશિશ કરતી હતી. નકારાત્મક વિચારોવાળી વાતચીતથી દૂર જ રાખતી.  

સંજનાની તબિયતમા ત્રણ મહિના પછી ઘણો ફરક દેખાતો હતો. વજન પણ પહેલાં કરતા ખાસ્સુ વધ્યું હતું. આંખ નીચેના કાળા કુંડાળા પણ અદૃશ્ય થઈ ગયા હતા. તાવ પણ આવતો બંધ થઈ ગયો હતો. ખોરાક પણ બરાબર લેવાતો હતો. અંજુની મમ્મી પોતાની દીકરીની જેમ બહુજ ધ્યાન રાખતા હતા. સંજુના પિતા અવારનવાર દીકરીને મળવા આવતા હતા. એના પિતા ઘરે લઈ જવાનું કહેતા હતા પણ અંજુએ ધરાર ના પાડી દીધી.

" અંકલ,સંજુ છ મહિના અહીં જ રહેશે. તમે એની ચિંતા કરશો નહિ. અહી અમે લોકો છે ધ્યાન રાખવાવાળા. મમ્મીના હાથનું ખાઈને મસ્ત થઈ જશે"

આભારવશ એના પિતા બોલ્યા," જેવી તમારી ઈચ્છા. મારી જરૂરી હોય તો બેશક કહેજો. "

બધાની રજા લઈ તેઓ ઘરે જવા નીકળી ગયા હતા.

 સંજના હવે બિલકુલ પહેલાં જેવી થઈ ગઈ હતી. એકદમ નોર્મલ જાણે કશુંજ થયું નહોતું.

અંજુ, ખરેખર તે મારી જિંદગી બચાવી છે" લાગણીશીલ થતાં સંજના બોલી.  

અંજુ બોલી " એ... ચૂપ થઈ જા. નહિ તર મને પણ મારું મોં ખોલવું પડશે. હવે એ ભૂતકાળ થઈ ગયો. તારે વર્તમાન અને ભવિષ્ય જોવાનું છે. સમજી... "

 સંજુ : "મારી પાસે ધન દૌલત,સુખ સાહ્યબી હતી. આજે એક દોકલ થઈ ગઈ છું. બીજાને આધીન થઈ ગઈ છુ.  

અંજુ : " સંજુ, તારા જીવનમાં પણ વસંત પૂરજોશમાં ખીલી શકે જો તું ઇચ્છે તો..

સંજુ : "મતલબ ?

અંજુ : "તું ફરીથી લગ્ન જીવનની નવી શરૂઆત કરી શકે. "

સંજુ : " ગોળ ગોળ વાત નહીં કર. સાફ સાફ બોલ"

અંજુ : " જો. સંભાળ.. અમારા સગામાં એક છોકરો છે. પણ.. તેને એક ૭-૮ વર્ષનો છોકરો છે. તેની પત્ની ગયા વર્ષે કોરોનામાં ગુજરી ગઈ છે. સિવિલ એન્જિનિયર છે. એક કન્સ્ટ્રકશન કંપનીમાં નોકરી કરે છે. પગાર પણ સારો છે. તેનું નામ અરવિંદ દેશમુખ છે. તેના પિતા રામચંદ્ર દેશમુખ સરકારી નોકરી કરતા હતા. હવે નિવૃત્ત થઈ ગયા અને માતા ઘરકામ કરે છે.

એક બી. એચ. કે માં તેના વૃદ્ધ માતા પિતા સાથે રહે છે. માતા પિતા સ્વભાવના બહુ જ સારા છે. તેમની વહુને દીકરીની જેમ જ રાખતા હતા. ફ્લેટ પણ લોનથી લીધેલો છે. હપ્તા નિયમિત ભરાય છે. અને ખાસ વાત એટલે ઉંમરને મેચ આવી જાય છે. એ લોકોની કોઈ જ માંગણી નથી. પહેરેલ કપડામાં પણ સ્વીકારવા તૈયાર છે. તારે પત્ની નહિ પણ એક આદર્શ માતા અને વહુની ભૂમિકા નિભાવી પડશે. બોલ વિચાર કર અને મને જણાવ તો હો વાત કરું. "

 સંજુ " જેમ તું ઇચ્છે તેમ. તેં મારી વાત માની હતી હવે મારો વારો છે તારી વાત માનવાનો. ચલાવ વાત આગળ".  

સંજુ તારા વૈવાહિક જીવન પર કોઈજ માઠી અસર નથી થવાની તેની હું ગેરંટી આપુ છું. તું બિલકુલ નોર્મલ થઈ ગઈ છે. અરે કાલે જ વાત કરું છું.

  બીજે જ દિવસે અંજૂએ સંજનાનાં સગપણની વાત કરી સાથે સાથે સંજના પર જે ઘટના બની અને જે રોગ થયો હતો તેની પણ વિગતવાર ચર્ચા કરી. એ લોકોને કોઈજ વાંધો નહોતો. બધા રાજી હતા. એટલે સારો દિવસ જોઈ સંજના અને અરવિંદના કોર્ટમાં જઈ લગ્ન કરાવી દીધા. સંજના તરફથી તેના પિતા સુંદરલાલ, અંજના,તેના માતા પિતા અને પતિ ડો. પટવર્ધન સાક્ષી તરીકે હતા જ્યારે અરવિંદ તરફથી તેના માતા પિતા જ સાક્ષી હતા. કોર્ટમાં બંનેએ એક બીજાને હાર પહેરાવ્યા. અંજનાએ મોં મીઠું કરાવ્યું. સંજુ અંજુ એક બીજાને ભેટી પડી. બંને અનરાધાર આંસુઓને રોકી ન શક્યા.

ભાવુક થઈ સંજુ બોલી, " યાર અંજુ, ભગવાન મારું સુખ જીરવી નહિ શક્યા. મારી ઈર્ષ્યા થઈ. એટલે મને દુઃખ આપ્યું જ્યારે ભગવાનને તારી દયનીય સ્થિતિ પર દયા આવી અને તને ખોબો ભરીને સુખ આપ્યું. કેવી વિચિત્ર લીલા છે ઉપરવાળાની. કોઈને ખ્યાલ નહિ આવે !

 " હા.. સંજુ.. સાચી વાત છે. તું ખરેખર ભગવાનથી પણ ઊંચી છે. તે મને અગર સાથ ન આપ્યું હોત તો હું ક્યાં ને ક્યાં રખડી હોત. હું ડોકટર ભણી અને બની તારો ઇલાજ કર્યો. તને પૂર્વવત કરી દીધી. ખરેખર અપ્રત્યક્ષ રીતે તું જ ધન્યવાદને પાત્ર છે. હું નિમિત્ત માત્ર છું. " 

" મને તારા પર નાઝ છે એકલી હાથે દુઃખ પણ સહન કર્યું અને હિંમતથી લડત પણ આપી તે પણ એકલે હાથે. વાહ.. સંજુ.. વાહ.. "

 બંને એક બીજાને વળગી પડી.

સંજનાએ બધાને પોતાના ઘરે એટલે જૂના સસરાના ઘરે કાયમ માટે શિફ્ટ થવાનું કહ્યું જે બંગલો હવે સંજનાના નામે થઈ ગયો હતો. સંજના સુંદરલાલ પટવાના નામે. કેમ કે સંજનાએ સંજીવ માહેશ્વરીથી છૂટાછેડા લઈ લીધા હતાં. પણ અરવિંદ અને એના પિતા રામચંદ્ર દેશમુખે ના પાડી. આપણે સામાન્ય વર્ગના લોકો છે આટલા મોટા કરોડોના બંગલામાં રહેવું સારું નહિ લાગે. લોકો જાતજાતની વાતો કરતા થઈ જશે. ચર્ચાના ચકડોળે ચઢવાનું સાધન મળી જશે તેં કરતા અહીં જ રહેવું સારું. જોઈએ તો આપણે બે બી. એચ. કેમાં જતા રહીશું. બંગલાની માલિક તું છે. દીકરા તું જે કરીશ તે વિચારીને કરજો. ત્યાં સુધી ભલે ખાલી પડેલો રહે.

 અંજુ : સંજુ ભગવાને તારું બધું સુખ છીનવી લીધું હતું પણ સમય જતાં તને એ જ ભગવાને જુદી રીતે પાછું પણ આપી દીધું. વચ્ચે નો સમય તારા માટે ભલે ખરાબ હતો તે પણ તારા ગયા જન્મના રહી ગયેલ કર્મોનું ફળ બાકી હશે તે હમણાં તે ભોગવી પૂરું થઈ ગયું હશે. અને તરત સારું ફળ પણ આપી દીધું. ઉપરવાળાના હિસાબ કિતાબમાં કોઈ દિન ગરબડ ગોટાળા નહિ થાય. એકદમ ચોખ્ખો હિસાબ કિતાબ.

સંજુ : હા.. અંજુ સાચી વાત કહી તે. એક સમય એવો હતો કે મે ભગવાનની દયાહીન, લાગણીહીન કહ્યા હતા. પણ હવે સમજાયું કે ભગવાનની ઘેર દેર છે પણ અંધેર તો નથી જ.  

સંજુ. અંજુ બંને બહેનપણીઓ એક બીજાને ફરીથી ગળે વળગી આંસુઓને રોકી ન શકી.

****************************************************************************

સમાપ્ત.


Rate this content
Log in