વર્ષાઋતુ
વર્ષાઋતુ
1 min
240
ઘનઘોર વાદળ છાયું આકાશ ને
લીલીછમ લીલોતરીની ચાદર જોઈ લાગે છે
વર્ષાઋતુ આવી છે,
આ મોરલાનો ટહુકાર ને
થનગનનો નાચ જોઈ લાગે છે
વર્ષાઋતુ આવી છે,
અને એ ભીની માટીની મહેક
જ્યારે હૃદયને સ્પર્શે છે ત્યારે લાગે છે
વર્ષાઋતુ આવી છે.
