વર્ષાનું બુંદ
વર્ષાનું બુંદ
1 min
6.7K
આ વર્ષાનું બુંદ જોને વિરહથી તપતી ધરતીને મળવા જાય છે.
આ ખળખળ વહેતું ઝરણુ જાણે કોની પ્રીતનું ગીત ગાય છે.
આ લજામણી જોને કોના આગમનથી શરમાય છે.
આ રાતરાણીની મહેક પણ જાણે કોના પ્રેમમાં ચોમેર ફેલાય છે.
આ શ્યામલી કોયલ પણ જોને જાણે કોના માટે ટહુકા કર્યે જાય છે.
આ કુદરતે પણ જોને કેવી અજબ ધટમાળ રચી છે.
તેથી જ તો પ્રથમ માનવીને વિરહમાં બાળે છે.
ને પછી જ મિલનનું મોલ સમજાય છે.