વરસાદ
વરસાદ
1 min
294
વરસાદ તારામાં પહેલાં જેવી વાત નથી,
ભીની માટીમાં પ્રેમની સુવાસ નથી,
ધોધમાર વર્ષે તોય ભીનાસનો આસ્વાદ નથી,
તેજ ચમકારમાં ભેટીને પાસ નથી,
વહેણમાં કાગળની હોળીનો કોઈ માર્ગ નથી,
ભીંજાયેલા વાળની ગઝલને પ્રાસ નથી,
તારા આગમનમાં મોરના ટહુકામાં સૂર નથી,
આંખોમાં જાણે કોઈ ખાસ નથી,
ટપકતાં ફોરાઓને એકસંગ વહેવું નથી,
નદીને સાગરને મળવાની આસ નથી.
