દીકરી
દીકરી
1 min
223
દીકરી મારી હસતી કુદતી,
આવી છે એને પાંખ,
ઘરની ચાર દીવાલોમાંથી,
મારી છે છલાંગ.
શાળાએ સહુને વ્હાલી,
કરે સઘળાં કામ,
ઘરની ચાર દીવાલોમાંથી,
મારી છે છલાંગ,
ભૂખ્યાને ભોજન અર્પે,
હૈયે પ્રેમ અપાર,
ઘરની ચાર દીવાલોમાંથી,
મારી છે છલાંગ.
ચપ ચપ બોલતી જાયે,
મનમાં ન કોઈ પાપ,
ઘરની ચાર દીવાલોમાંથી,
મારી છે છલાંગ.
દીપ બની પ્રગટી છે,
અંધારું ન જડે ક્યાય,
ઘરની ચાર દીવાલોમાંથી,
મારી છે છલાંગ.
