વરસાદ
વરસાદ
1 min
13.5K
આજ હૈયે ભીંજવવાની આશ.
ઓ મેઘરાજ..
તમે વરસો જો પૂનમની રાત.
કદમની ડાળ તળે વાટ તારી તાકતા
તું આજ વરસને માઝમરાત..
આજ હૈયે..
શ્યામ જેવા લાગો છો મેઘરાજ
મેતો હૈયે રચાવીઓ છે રાસ.
ધગ ધગતી ધરતીને કાજ
ઓલા ખેડૂએ મીટ માંડી છે આજ
આજ હૈયે..
આભથી આજ સીધા મારામાં ઉતરો
હૈયામાં ટાઢક વર્તાય.
ઝરમર ઝરમર વરસોને મેઘરાજ
માટીને ફોરમ રેલાય.
આજ હૈયા..
ચાતકની આખે હું ભાળું આકાશ
મારા રુદિયામાં લાગી છે દાહ.
મોરલાના ટહુકાનું માન
આજ રાખજો આવવામાં કરશોના મોળું.
આજ હૈયે ભીંજવવાની આશ.
ઓ મેઘરાજ
તમે વરસો જો પૂનમની રાત.
