STORYMIRROR

Jignesh Solanki

Others

3  

Jignesh Solanki

Others

તારી યાદો

તારી યાદો

1 min
28K


તારી યાદોનું પણ ખરું છે,
અણધારિયા વરસાદની જેમ આવી
મારી પાંપણોને ભીંજવી જાય છે.
ને હું ટપકતા આસુંઓને  નેવલાની જેમ મારી હથેળીમાં ઝીલું છું.
ને ફૂટે છે તેમાંથી તારા ને મારા પ્રેમનું મેઘધનુશ્ય
પણ આ શું?

નયનોમાંથી વહેતો શ્રાવણ ભાદરવો અતિવૃષ્ટીનું રૂપ ધરે છે.
ચારેકોર પાણી જ પાણી થઈ જાય છે
તે છતાંય તરસ્યું રહી જવાય છે.
તરસ  ઝંપતી નથી
પ્રેમની!

ના મળી શકવાની તીવ્ર વેદના
વાદળ બની મારી ચારે કોર ફેલાઈ જાય છે
ને વીજળીના કળાકાની જેમ ત્રાટકવા મન અધીરુ થઇ બેસે છે.

ત્યારેતે આપેલી હુંફકાળઝાળ ગરમીમાં ઠંડક આપે તેમ
એક મેકથી દૂર હોવા છતાં હૈયેથી
કેટલા સમીપ છીએ તેનું ભાન કરાવતાતું
મેહુલો બની મારા પર અનરાધાર વરશે છે,
ને પછી અચાનક વિચારરૂપી વાદળા ઓસરવા લાગે છે;
ને બફારાની માફક તીવ્ર ઉદાસી મને ઘેરી વળે છે.

વરસાદ ના થંભી ગયા પછીકોક અંકુર ફૂટે તેમ
મારા મનમાં જીવવા માટેનું કારણ બની
તું મારામાં ઉગી નીકળવા મેથતો હોઈ તેમ
મને સતત ભાસે છે.

તારા આભાસ ને યાદોનું ખરું છે,
અણધારીયા વરસાદની જેમ આવી
મારી પાંપણોને ભીંજવી જાય છે!


Rate this content
Log in

More gujarati poem from Jignesh Solanki