વિસામો
વિસામો
1 min
26.7K
ગામને છેવાડે
નદી કાંઠે કૂણેરું ઘાસ
ચરતાં બકરાં
અગન ઝરતા
ભર ઉનાળાથી બચવા
સમશાન ઘાટના
પતરા નીચે
ટોળે વળ્યાં હતાં
પોરો ખાવા...
અચાનક
મનમાં સૂઝી આવ્યું...
હા..
જિંદગીનો ખરો વિસામો
અહીં જ તો છે...!
