વિચિત્ર સર્જક
વિચિત્ર સર્જક

1 min

23.6K
જીજ્ઞાસુ મન આ ભટકે હજુ શોધવા ને ઉત્તર,
સામર્થવાનનુ સર્જન છે સુંદર આ સંસાર તો,
એજ શાને કરતો એ સર્જનનું વિસર્જન !
જીજ્ઞાસુ મન આ ભટકે હજુ શોધવા ને ઉત્તર,
હું તો જાણવું કેમ એ ન જાણું કલાકાર છે આતે કેવો,
કલ્પતો પોતેજ રચતો ને જાતે કૃતિ એની મીટાવ'તો !
જીજ્ઞાસુ મન આ ભટકે હજુ શોધવા ને ઉત્તર,
ભણાવ'તો એજ સકલ સંસારને પ્રેમ તણા પાઠો,
પૂછે હિરેન એજ પ્રેમથી થયા જે ઘાયલ કાં તડપાવ'તો !