તું અને તારી વાતો
તું અને તારી વાતો


તું જાણે મૌસમનો પેહલો વરસાદ,
તું જાણે પંખીયોનો મીઠો સાદ,
તું જાણે ગ્રીષ્મ ઋતુની પ્યાસ ,
તું જાણે મારી કેટલાંય વર્ષોની આશ,
તું જાણે કોઈ સપનાની રાત,
તું જાણે વસંતના પેલા મોરલાના ટહુકાની વાત,
મને ડર છે કે ક્યાંક પૂરી ના થઇ જાય આ રાત,
નહીંતર આધુરી રહી જશે મારા મનની અણકહી વાત.