તડકો
તડકો
1 min
15.1K
તડકો કાચ તોડી નાખે એવો,
લાલ-લીલું-ભૂરું વિખરાય,
રેતવરણાં ઉજાગરા દેખાય,
ગત જન્મના વેરી રસ્તાઓ, છતી આંખે,
શરીરની આરપાર પ્રસરી જાય.
ધમની-શિરાઓ તડાક તૂટે,
ઢગલો કરી ઢાળી દે આખ્ખે આખા,
ગરમાળાનું બી મોતીયો બની ઝૂરે,
ગુલમ્હોરની પાંદડીને સ્પર્શવા.
પુષ્પનો પમરાટ,
રંગબેરંગી તેજ-છાયા,
પ્રવાહીની શીતળતા,
વાતાનુકૂલિત વૃક્ષોનું કવચ,
તો પણ,
ઢાલ તોડી નાખે,
તડકો કાચ તોડી નાખે.
