તડકા નો ટુકડો
તડકા નો ટુકડો
1 min
27.6K
સવારના તડકાનો એક ટુકડો
રોજ અગાસીએ આવે
થોડો સમય રાહ જુએ અને જતો
રહે
દોસ્તી થતી જાય છે એની સાથે પણ ..
ક્યાં સુધી ?
બાજુનું આંબાનું વૃક્ષ પણ
એનું કદ વધારતું જાય છે
બસ થોડા સમય ની વાત છે
પછી એજ તડકા નો ટુકડો
કદાચ હવાના ઝોકા માં અજાણતા
કોઈક દિવસ ડોકાઈ જશે
અને એજ સવારની જૂની યાદો તાજી કરશે.
