સપનું
સપનું
1 min
14K
ખુલ્લી આંખે જોયું સપનું!
બંધ કરીને ખોયું સપનું!
ધૂંધળાં સપનાંને જોવાને
ભીની આંખે ધોયું સપનું!
આંખે ટપક્યું, શ્રાવણ થઈને
પાંપણથી મેં લોહ્યું સપનું!
માળામાં મણકો ખૂટતાં મેં,
છિદ્ર પાડીને પ્રોયું સપનું!
હું તો ના રોયો પણ, હરિયા
ધ્રુસ્કે ધ્રુસ્કે રોયું સપનું!
