સમય
સમય

1 min

24.1K
શાયરીઓમાં શબ્દ બનીને,
પંખી સાથે વિહરતો સમય,
મનમાં ઝીણું મલકીને,
ગાલ પર રેલાતો સમય.
રણની રેતી ચમકાવા માટે,
જાત બની ઘસાતો સમય,
એક એકથી ચડિયાતી વાતો,
કાને જઈને કહેતો સમય.
વન પંખીના મીઠાં ગીતો
એકલો જ ગાતો સમય,
રઢિયાળી સોનેરી રાતે,
ચાંદા સાથે રમતો સમય ,'
કાન્ત તમારી ઉંમર સાથે,
હરપળ એ તો વહેતો સમય,
શાયરીઓમાં શબ્દ બનીને,
પંખી સાથે વિહરતો સમય.