રાખજો
રાખજો




શાયરોની બદદુઆને ખાળવા,
અંતરો એકાદ આડો રાખજો.
મનના એકાદ ખૂણે, કાયમ લડતા વીરને,
સહેજ ઉભો રાખજો.
માટીની જરાક સોડમ પામવા,
રાહગીર શી કદમ પાસે રાખજો.
મેડીઓ સજાવવા મનની,
માળિયાના જુના ડબલે, થોડોક રંગ રાખજો.
સૂર્યનો સોનેરી રથ ઝળહળતો સામે મળે,
કાન્ત એને નમન કરવા ધીરા પગલાં રાખજો.