સ્મિત
સ્મિત
1 min
26.3K
હોઠ પરનું સ્મિત તું સંતાડ નહિ
ઢોંગ ના કર ને અમસ્તું ત્રાડ નહિ.
લગ્ન પેલાં હું નિરાંતે ફરતો 'તો,
કોઇ ઝાંપો નહિ ને કોઈ વાડ નહિ.
કરવું હોયે તો કરો નહિ તો ચલો,
ખાલી ખોટી યાર પત્તર ફાડ નહિ.
એટલે જાયે છે બગડી બાળકો,
બાળકોને ઝાઝા કરવાં લાડ નહિ.
લાકડાની બારી કરવી હોય તો,
સાગ જેવું બીજું કોઈ ઝાડ નહિ.
માલ મારો સાચવી જાણું છું હું,
એક ઘેટું જાય તો ભરવાડ નહિ.
આ જગતમાંથી કઇક ચાલ્યા ગયા.
રે'વા દે ભઇ મોટી મોટી ફાડ નહિ.
