સિંદૂરિયા થાપા
સિંદૂરિયા થાપા
1 min
14K
ઓસરીની આ દિવાલમાં
પડેલા એ સિંદૂરિયા થાપા જોઇને આજ પણ,
યાદ આવી જાયછે બેની એ લગ્ન તારા..!
આંગણીયે બાંધેલ એ તોરણીયા ને વળી
કર્ણે શરણાઇ કેરા સૂર ગુંજેછે ને આજ પણ,
યાદ આવી જાયછે બેની એ લગ્ન તારા..!
માનતું નથી મને આજ પણ મારૂ
વિત્યા કેટલાય વર્ષો ને છતા વર્તાય
પગરવ આંગણીયે તારો,
યાદ આવી જાયછે બેની એ લગ્ન તારા..!
દિકરી વ્હાલ નો દરીયો કહેવાય છે,
વિદાય એથી જ ક્યા સહેવાયછે " ભગી "
યાદ આવી જાયછે બેની એ લગ્ન તારા..!