STORYMIRROR

Mahendra Joshi

Others

3  

Mahendra Joshi

Others

શું કરી શકો ?

શું કરી શકો ?

1 min
13.3K


ટોપી ઊતારીને ફરી સસલું કરી શકો ?

એ તો કહો, બીજું તમે શું શું કરી શકો ?


એ જાદુની છે લાકડી એ તો ખબર પડી

એના વડે અમારું દુઃખ ઓછું કરી શકો ?


આ વાત હસવાની નથી થોડું વિચારી લો

આ ગોળ ગોળ વિશ્વને સીધું કરી શકો ?


સપના ય એટલાં દીધાં કે સૂઈ શક્યા નહી

સપનાનું આયખું જરા ટૂંકું કરી શકો ?


બીજું તો કોઈ આંખને જલ્દી જડ્યું નહીં

આ સાંબેલાને શું હવે પોલું કરી શકો ?


Rate this content
Log in