STORYMIRROR

Mahendra Joshi

Others

3  

Mahendra Joshi

Others

લખેલા શ્લોકમાં

લખેલા શ્લોકમાં

1 min
26.4K


જે સભામાં અગ્રસ્થાને ચોકમાં

એ ગણાતા લોક ઊંચા લોકમાં


છે કરુણા પણ મગરના આંસુની

ક્રોસ પહેરીને ફરે છે ડોકમાં


સાંભળી લે અટ્ટહાસ્યો એ મરણ !

એમને મૂકેલ મોટી પોકમાં


આપ નહિ મારો પરિચય એ રીતે

હું પ્રાયો હોવ જાને કોક'માં


એમને ઘર સૂર્ય ઊગે રાતના

આપણા ઘર કાં છવાતા શોકમાં


શબ્દનો અગ્નિ વધારે તેજ કર

સાત પ્રગટશે તે લખેલા શ્લોકમાં


મિત્ર જોશી પૂર્ણ મરજાદી રહ્યો.

નાં મળ્યો આદર છતાં ગોલોકમાં


Rate this content
Log in