શૈશવના સંભારણા
શૈશવના સંભારણા
1 min
216
શૈશવની એ ઘટમાળ હતી,
રોજે એક રૂપિયાની 'જેમ્સ' ફરજિયાત હતી !
મને દેખાતી એ દરેક સારી વસ્તુ જોઈ ચોંકી જતી હતી
આજે એ જ દરેક સારી વસ્તુ કમાતા - કમાતા ક્યારેક હું તને યાદ કરી બેસતી હતી !
ખબર હતી તને ભવિષ્યમાં એકલતામાં અકડવાની હતી,
એટલે જ કદાચ તે મને આટલી બધી યાદો આપી હતી !
દુ:ખ છે મને જિંદગીનો એ કટકો ફરી જીવાશે નહીં,
એ શૈશવ તું મારાથી રિસાશે એ મને પોસાશે નહીં !
