આજ ફરી
આજ ફરી
1 min
247
ગોજારી એ રાત હતી
એની પાસે ક્યાં કોઈ સાબિતી હતી ?!
એ બેભાન હતી,
તોય પૂછવામાં આવી અગણિત પ્રશ્નાવલી હતી,
એને પણ તો કહેવાનો મોકો દ્યો,
આખરે એને પણ એની જિંદગી વહાલી હતી.
આજ ફરી એક નિર્ભયા બની હતી,
આજ ફરી એક નિર્ભય એ સમાજ પાસે ન્યાયની માંગણી કરી હતી !
થઈ હતી ઘટના એની સાથે,
તોયે આબરૂ એની જ ગઈ હતી?!
આજ ફરી એક નિર્ભયા થઈ હતી,
આજ ફરી એક નિર્ભયા એ સમાજ પાસે ન્યાયની માંગણી કરી હતી !
