સહાય કરે છે
સહાય કરે છે
1 min
5
માતા ડગલે ને પગલે સહાય કરે છે,
બોલ નિકળેલા સૌ મા પૂરાં કરે છે,
દયાળુ માવતર કેવી લીલાઓ રચે છે,
પામર જીવને ક્યાં કોઈ સમજ પડે છે,
ચામુંડાનો અવતાર રીઝે રાજપાટ દે છે,
શક્તિની આરાધના જીવન સંવારે છે,
ચેહર મા જપે એનો બેડો પાર કરે છે,
મંત્ર, તંત્ર નહીં પણ ભાવના જુએ છે,
માનો તો વાયુવેગે વ્હારે આવે છે મા,
ન માનો તો ટાણું આવે બતાવે છે મા.