સેઇફ ડિપોઝિટ વોલ્ટ
સેઇફ ડિપોઝિટ વોલ્ટ
1 min
25.8K
સવારે
રેતીમાં પડેલાં
ચકલીના પગલાં જોઉ છું,
ને તરત
યાદ આવે છે
ઘરની દરેક વસ્તુ પર પડેલી
તારી નાની નાની હથેળીઓની છાપ,
એને રુમાલથી ઉંચકું
ને મૂકી દઉ
સેઇફ ડિપોઝિટ વોલ્ટમાં !
