ફૂંક
ફૂંક
1 min
13.9K
તારી વાગેલી આંગળી પર
ફૂંક મારતા-મારતા
મને ખબર પડી
કે
મારી ફૂંકમાં તો
જબ્બરજસ્ત જાદુ છે
તે
તારા કોઇ પણ દર્દને
ઠીક કરી શકે છે
પછી ધીમે..ધીમે…
મને ખબર પડી
કે
મારામાં પણ
કંઇક કરી શકવાનો
જાદુ છે !
