STORYMIRROR

Foram Solanki

Others

3  

Foram Solanki

Others

રહી ગયું

રહી ગયું

1 min
417

ખુદની સાથે મળવાનું રહી ગયું, ભીતર તરફ વળવાનું રહી !

ટીકા કરતા રહ્યા હમેશાં અન્યની, અને ખુદને પારખવાનું રહી ગયું !


દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યા સદા, નિકટના સાથે ભળવાનું રહી ગયું !

કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા, અને ઈશ્વરને ઓળખવાનું રહી ગયું !


બે થોથા ભણી લીધા ને હોંશિયાર થઈ ગયા, પણ જ્ઞાન સમજવાનું રહી ગયું !

ઝપાટાભેર વહી રહી આ જિંદગી, અને જીવવાનું રહી ગયું.... રહી ગયું !


Rate this content
Log in