રાવણની વેદના
રાવણની વેદના
1 min
335
આમ મને દર વર્ષે દહન કરો છો,
પણ તમારામાં શ્રી રામ કોણ છે ?
મેં તો સીતામાતાને સલામત રાખ્યાં,
આજે તો કુમળી કળી સલામત નથી,
આવાં રાવણનું દહન કરો,
મને શા માટે બાળો છો,
તમારાં અવગુણોને મારો,
દર વર્ષે મારું દહન નાં કરો,
આજે ગલી, નાકે રાવણ છે,
આજે શ્રી રામની જરૂર છે,
કોઈ તો સમાજ ઉદ્ધારક બનો,
નારીનાં તારણહાર બનો,
મને શા માટે ખરાબ ચિતરો છો,
રાવણ છું પણ શિવભક્ત હતો,
મારી પણ ભાવના સમજો કોઈ,
હવે તો મારી વેદના સમજો કોઈ.