પતંગ અને ફિરકી
પતંગ અને ફિરકી
1 min
248
હું ખરીદું પતંગ ને ફિરકી,
આવજે મારી પકડવા ફિરકી,
પતંગને ફિરકી રહે છે સાથમા,
મારી છે ફિરકી તારા તે હાથમાં,
વાયરો બદલશે અનેક દિશાઓ,
ને તારા વિચારો પકડશે દિશાઓ,
લાગણીની ઢીલ મુકજે સદા,
પતંગ ચગાવવાની ગમશે અદા,
ફિરકી વગર છે પતંગ નકામુ,
તારા વગર મારો જનમારો નકામો,
મારું તારું નહીં પણ કહીશું આપણું,
ઠંડી લાગે તો કરીશું તાપણું,
જાણે અજાણ્યે પતંગ કોઈ કાપે,
તારા વિના નવો પતંગ કોણ આપે !
