ભાઈ બહેનનો ઝઘડો
ભાઈ બહેનનો ઝઘડો
1 min
1.7K
તું તો કેતી તી કે નહીં કાપુ,
પતંગ મારો કાપે છે કેમ ?
દોરી ખેં ચું તોય પતંગના ઉડે,
નાનકડી આંગળીને વાઢ પડે ઊંડે,
તું તો કેતી તી કે નહિ કાપું,
પતંગ મારો કાપે છે કેમ ?
મારો પતંગ છે લાંબી પૂંછડીયો,
તોય ના પતંગ મારો ઊંચે ઉંડીયો,
તું તો કેતી તી કે નહિ કાપું,
પતંગ મારો કાપે છે કેમ ?
આભ તો લાગે છે મોટું,
લૂંટવા વાળાએ લીધું છે સોટું,
તું તો કેતી તી કે નહિ કાપું,
ને પતંગ મારો કાપે છે કેમ ?
હવે તો હું ય ખેંચમ્ પટ્ટી કરવાનો,
ધાબા પર ઉભો નથી તારાથી ડરવાનો,
તું તો કેતી તી નહિ કાપું,
પતંગ મારો કાપે છે કેમ ?
મારા પતંગની કિન્ના તે બાંધી છે ખોટી,
ખૂબ છે દોરી ને ફિરકી છે મોટી,
તું તો કેતી તી કે નહિ કાપું,
પતંગને પતંગ મારો કાપે છે કેમ ?