પ્રેમ એજ અધ્યાત્મ
પ્રેમ એજ અધ્યાત્મ
1 min
1.2K
જીવનની ઘટમાળમાં
ગાંડા બાવળ સમી ઈચ્છાઓ ઊગે છે
અને કંઈક કેટલાંક
યૌવનના સપનાં આંખોમાં ઝીલાય છે
જીવન માણવાની ઝંખના ખરી,
પરંતુ અતીતનાં ઓવારણાં પણ
સ્મરણની બારીઓ પાસે ટકોર કરે છે
હેતેથી એ સંભારણાને સ્મરું,
કે આવતી અણમોલ ક્ષણોને
આતુરતાપૂર્વક આવકારું
એજ અસમંજસમાં
જીવનનું સાચું હલેસું ક્યાંક
ડૂબકી માર્યા કરે છે
ક્યારેક એક જ ડુસકામાં જીવનનું
સાર્થક્ય મળી રહે છે,
તો ક્યારેક યાદોનાં પાવાને માણવા
આખી ઉંમર નીકળી જાય છે
છતાંય,
પ્રેમ એ શાસ્વત છે
પ્રેમમાં રહેવું એ જ સર્વસ્વ છે
પ્રેમ જ અધ્યાત્મ છે
એનાં વગર આપણું અવતરણ જ વ્યર્થ છે.
