પિતાનું હું સુમન
પિતાનું હું સુમન
1 min
206
ફૂલો જગતમાં ઘણા નામથી ઓળખાતા,
પણ પિતા નું હું સુમન.
ક્યારથી શરૂ કર્યું હતું એમને વ્હાલ,
ખરેખર આટલું સુંદર.
હું માગું થોડું ને તે આપે અપાર,
ન હોય મારા મુકદ્દર.
આવું કરે તે જ કહેવાય તાત,
મને યાદ આવે રૂદન.
ખભે બેસાડીને મને બધે ફેરવે,
એમને કદી પણ ન લાગે વજન.
'સંકેત' પિતા મારા સાચા હીરો,
હું એમનું મન ગમતું સુમન.
