STORYMIRROR

Shaily Jani

Others

2.5  

Shaily Jani

Others

ફેરવેલ ઉર્ફે છેલ્લો દિવસ!

ફેરવેલ ઉર્ફે છેલ્લો દિવસ!

1 min
14.3K


કોલેજનો એક એક ખૂણો ફરી ફરી ને જોઈ લઉ
મને એમ થાય છે કે આજે મન ભરી ને રોઈ લઉ

હજી જાણે કાલે જ અહીં એડમિશન લીધું
ને આજે વિદાયની ઘડી આવી ગઈ
મિત્રોને તો બે ઘડી મળ્યા ના મળ્યા
ને ત્યાં તો જુદાઈની ઘડી આવી ગઈ

નોતી ખબર કે સમય નું મૌન આટલું વાચાળ બની જશે
ઓહ હવે આ દિવસો પણ ભૂતકાળ બની જશે?

આ ખાટાં મીઠાં સંભારણા જીંદગીભર યાદ રહેશે
કદાચ કોઈના માટે કઈંક ફરીયાદ રહેશે

એકબીજાની ભૂલો ને બની શકે તો માફ કરી દેજો
વ્હાલ ના આંસુઓથી તમારા દિલને સાફ કરી દેજો

તમે નથી તો શું થયું, તમારી યાદ લઈને જઈશું
ગુરૂજનો નાં અંતરના આશીર્વાદ લઈને જઈશું

માંગવું હોય તે માંગી લેજો,
આજે ગુરુદક્ષિણાનો દિવસ છે
પ્રભુને તો ખૂબ પૂજ્યા,
આજે તમારી પ્રદક્ષિણાનો દિવસ છે

કૉલેજનું નામ રોશન કરશું,
એ વચન પાળવા તૈયાર છીએ
તમે પણ અમને ભૂલી નહીં શકો,
એ શરત મારવા તૈયાર છીએ.

આંખ સામે આકાશ ધર્યા પછી પીંજરું તોડવાની તાકાત
તમારી પાંખમાં ન આવે તો કહેજો મને
જતાં જતાં અલવિદા કહીને ઉડાન ભરતી વખતે
આંસુ તમારી આંખમાં ન આવે તો કહેજો મને


Rate this content
Log in