એક તારા આવવાથી
એક તારા આવવાથી
1 min
14.4K
સવાલ સઘળા ખરી પડશે એક તારા આવવાથી
જવાબ આપોઆપ જડશે એક તારા આવવાથી
ના પછી ઇચ્છા કશી યે ના કોઈ તૃષ્ણા રહેશે
ચિંતાઓ ચિતા પર ચડશે એક તારા આવવાથી
ફૂલ પીગળશે, શૂળ મહેકશે, પાન પંખી થઈ ને ઉડશે
ઝાકળ જઇ સૂરજને અડશે એક તારા આવવાથી
દુર રાખી તારાથી મને જેણે પહાડ જેવી ભુલ કરી છે
એ ઈશ્વરની આંખ ઉઘડશે એક તારા આવવાથી
ચોતરફથી ઘેરી લઈને ઈંટ ઉગામી જે ઉભા છે
હાથ એ સૌ હેઠા પડશે એક તારા આવવાથી
