STORYMIRROR

Yug Maheta

Others

3  

Yug Maheta

Others

પડઘા લટક્યા ઝાડે

પડઘા લટક્યા ઝાડે

1 min
26.7K


ઊંડી બખોલ જેવી આખો

મૌનની ચીસો પાડે,

ઢોલ બની વાગ્યા ભણકારા

પડઘા લટક્યા ઝાડે.


પંખીની પાંખો લઈ લઈને

ઉડવા માંડ્યું મન,

ચિતરેલું એક હરણું દોડ્યું

ચરી ગયું જીવન.


શંકાનો એક કાંટો જોને

પ્રીતનો પાલવ ફાડે

ઢોલ બની વાગ્યા ભણકારા

પડઘા લટક્યા ઝાડે.


એક જ ફૂકે ઓલવીનાખ્યો

કોડિયાનો આ દીવો,

ફૂકી ફૂકી સળગાવી સગડી

માહી પડ્યો મરજીવો.


ફાંસીએ ઝૂલીને સમય

હાટ કફનની માંડે,

ઢોલ બની વાગ્યા ભણકારા

પડઘા લટક્યા ઝાડે.


ભૂત. કાઢવા ભેગા થઈ

લીધું માનવનું જીવન,

પ્રેત પછી મદડાને વળગ્યું

મડદું થયું સજીવન.


સાપ લીસોટા લઈને છટક્યો

દીવાલ નાવી આડે,

ઢોલ બની વાગ્યા ભણકારા

પડઘા લટક્યા ઝાડે.


વેચાયો છે મૂલવનારો

ચીજ રહી ગઈ જોતી,

ગળી છછુદર સાપ હસ્યો

સમડી રાતે પાણીએ રોતી.


પરોઢિયે આ કૂકડો ઉઘ્યો

કોણ કોને જગાડે,

હોલ બની વાગ્યા ભણકારા

પડઘા લટક્યા ઝાડે.


Rate this content
Log in