પાવનકારી નામ
પાવનકારી નામ
1 min
7
આ જગમાં પાવનકારી નામ તારું મા,
અંતરથી રટણ તારૂં જ થાય છે મા,
સંસાર તો સુખ દુઃખનો સાગર છે મા,
કરુણામય ચેહર આધાર તારો છે મા,
મોહ, લોભ ડૂબાડે હાથ ઝાલોને મા,
ભાવનાભર્યા ભાવથી પોકાર્યા છે મા,
આ સંસાર તો અસાર છે ચેહર મા,
સંકટમાંથી ઉગારવા તું આવે છે મા,
ચેહર સાચું સુખ તવ ચરણોમાં છે મા,
મનની શાંતિ તો તવ શરણમાં છે મા,
તારી કૃપાથી રોજ સુખનો સૂરજ છે મા,
અકબંધ રહે આસ્થા એ અરજ છે મા.