ઓ કાન્હા
ઓ કાન્હા
1 min
218
વ્યાકુળ રાધા પૂછે, કેવી તારી કરામત કાન્હા,
ચહેરો મારો આયનો જુએ તો તુજ દેખાય
ઓ...કાન્હા..!
ઝરૂખે થતો પંખીઓનો સુંદર એ કલરવ,
સંભળાય તેમાં સૂર વાંસળીના તારા,
ઓ... કાન્હા..!
સદનમાં સંભળાય જો કોઈના પગરવ,
તુજ હશે તેવો જ ભાસ થાય મને,
ઓ.. કાન્હા..!
પુકારે જો કોઈ મુજને મારા નામથી,
બેધ્યાની મુજને સંભળાતું તારું જ નામ,
ઓ...કાન્હા..!
હવાની આ આવતી ઠંડી લહેરખી રોમ સ્પર્શે,
તો લાગે કે તારા જ હાથનો સ્પર્શ છે,
ઓ...કાન્હા..!
દુનિયા દીવાની કહે મુજને તારા પ્રેમની,
એકવાર મળી આ દીવાનીને પ્રેમ તો આપ,
ઓ...કાન્હા..!
કેવી છે તારી આ અજીબ કરામત મારા કાન્હા
હૃદય મારુ પણ દરેક ધડકનમાં નામ છે તારું,
ઓ...કાન્હા..!
