નયન વરસે
નયન વરસે
1 min
30.4K
રાહ જોઈ રહેલી આ આંખો વરસાવી રહી છે વિરહના આંસુ,
મેહુલિયો પુરાવી રહ્યો છે તારી સાક્ષી,
નયન વરસે પ્રિયે નયન વરસે
સાવનની તે સંધ્યા છે ખાલી તારા વિના,
મેહુલિયાની તે બુંદ છે સૂકી તારા વિના,
મુરલીના સુર લાગે છે હવે અધૂરા અધૂરા,
તુજને જોવા હવે બેકરાર છે હૃદય,
નયન વરસે પ્રિયે નયન વરસે
નયન બિછાયેલી આ મારી પ્રિયે,
હવે જોવા ઈચ્છે તેના મેહુલિયાને,
પ્રીતની તે પ્યાસ લાગે હવે આકરી,
સુની સુની ધડકન હવે ધડકી હલકી હલકી,
નયન વરસેપ્રિયે નયન વરસે
તરસી રહી છે અખીયા તુજ સંગ ભીંજવા આ વરસાદમાં,
અધૂરી છે તે સાવવની સંધ્યા તારા સંગ વિના,
નયન વરસે પ્રિયે નયન વરસે

