Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kanubhai Limbasia

Others

3  

Kanubhai Limbasia

Others

નવરાત્રી-દિવાળી

નવરાત્રી-દિવાળી

1 min
12.8K

ગયાં રંગે-ચંગે નવ નવ રમી રાત ગરબા,

દીવાળીનાં આવ્યાં દિવસ નવલાં'ને ઘર હજુ,

ચડાવીંને બેઠીં પણછ ; રજ ભીંતે પવનનું,

જરાં છંછેડોં તો; તરત તીર તાકેં કણ તણું !

ચડ્યું કામે ઝાડું તરત; છત, કાંધી, ઝરુખડે,

જમાવીં બેઠીં'તીં ઘર પર જમેલો; ગઇ હવે,

કર્યાં લીંપી-ઘૂંપી; ઘર નવચિત્રો શાં ચળકતાં,

સજાવ્યાં દેવાંશી; દીપક નવજ્યોતિ ઝળહળેં !

સગા-સાંઇ આવ્યાં; શુચિ ઘર તણીં જોઇ હરખે,

હસીં હેતે ભેટેં; શુકન સરનામે સહુ મળી,

લણેં છેં વાવેલીં; વરસભરની સૌરભ વળી

નફા-તોટાં કેરું; સુખદ સરવૈયું સહુ કરે !

જમા ખાતેં માંડો 'કનવર' વહીમાં જીવનની,

હવેથી ઉજાસો; નફરત ઉધારો તિમિર શી !

Rate this content
Log in