નિઃસ્વાર્થ પ્રેમ
નિઃસ્વાર્થ પ્રેમ


સૂતરનો ધાગો કે રેશમનો ધાગો,
પ્રેમને હથેળીમાં લઈ બાંધે ધાગો,
માની મૂરત પછી એકજ ચહેરો,
બેની તારા નિઃસ્વાર્થ પ્રેમ કેરો,
નહીં રે ભૂલું બચપણની યાદો,
દોડતી ભાઈની પાછળ લઈ,
હેતની થાળી, મહીં કંકુને ચોખા,
ઉતારતી આરતી ને બાંધતી,
પ્રેમરૂપી અમર ધાગો.
નહીં રે ચૂકવાય ઋણ હેત કેરું,
ઠાલવજે પ્રેમભર્યા આશીર્વાદ સદા,
સજળ નયને કરું વંદન છબિ તારી,
જન્મો જનમ માંગુ તને બેનડી મારી.