નાથ
નાથ

1 min

11.9K
શસ્ત્રો પર અંકુશ ને શબ્દો પર ભાર
જેથી આપ આપોઆપ માનતા હાર,
આવા અદભુત જગતનાં મારા નાથ
તારી સામે પણ કોઈ એ ભીડી છે બાથ !
જાણતા લાગે ગજબની નવાઈ
આ વળી કેવી આજુકિત ભવાઈ,
શાસ્ત્રો થકી આપે જે જીતી લડાઈ
આ સાંભળી ને બધા ને કેવી મજા આવી,
શસ્ત્રો ને શાસ્ત્રો વચ્ચેનો ઊંડો ભેદ
જેને સમજાવો હોય એને ભણવો પડે વેદ,
આપે જ શીખવ્યું સારું એવું જ્ઞાન
જેનું સદાય રહશે મારે મન ભાન,
આજે પણ આભારી હું આપની
ભગવાન માળા જપુ આપની,
હે મારા નાથ માથે મૂકજો હાથ
સદાયે દેજો સાથ..