emotion
emotion
જો જે આજની આ ટેન્શનની,
ખોટી કન્ફર્મેશનમાં,
કઈ પણ સિલેકશન ખોટું ન થઈ જાય.
જો જે પોઝીશન ઊંચી બનાવવાનાં ટેન્શનમાં,
ખોટું એક્શન લેવાઈ જાય.
જો જે કેટલાય ઓપ્શનના સેક્શનની લાલસામાં,
સાચું સોલ્યુશન ન ખોરવાઈ જાય.
જો જે તારી ક્લાસિફિકેશનના ચક્કરમાં,
તારી જાતની એપ્લીકેશનનું,
ઇન્ટરોડક્શન ગુમશુદા ન થઈ જાય.
જો જે તારી ઈમેજીનેશનના,
ભવિષ્યના કેલ્ક્યુલેશનનું,
નેગોટીએશન ન થઈ જાય.
જો જે એક્સહિબીશનની આ દુનિયામાં,
તારું કોંસીડેરેશન ક્યાંક,
અસ્સુમ્પ્શનમાં ન થઈ જાય.
જો જે લોકેશન ભલે બદલાય તારું,
પણ ખરા ઈમોશનનું,
મેડીટેશન વિખરાઈ ન જાય.
જો જે એક્શન જુદી છે લોકોની,
તારી એક્ઝામિનેશનમાં પણ,
એમનું કોંસીડેરેશન વિસરાય ન જાય.
જો જે ડેટરમિનેશન ઊંચા છે,
પણ એના સર્ટીફીકેશનમાં,
તારા કરેકશનની વાત ભૂલાય ન જાય.
જો જે એજ્યુકેશન, ગ્રેજ્યુએશનના,
આ અરસામાં મલ્ટીપ્લીકેશન, એડીશન તો ઠીક,
પણ તારું સબટ્રેક્શન ન થઈ જાય.