STORYMIRROR

Vijay Jadav

Others

3  

Vijay Jadav

Others

મરદ હોય મૂછાળો

મરદ હોય મૂછાળો

1 min
13.3K


મરદ હોય મૂછાળો ને વેંત ચાલે ઉંચો,

વર મને મળો તો મળજો વ્હાલો મુંજો.

મરદ હોય મૂછાળો...

ચળકતી લઇ હાથમાં તલવાર

પાણીયાળી ઘોડી પર થઇ સવાર

જાય ભાંગતો માઝમ રાત... રે...

વર મને મળો તો...

પનઘટથી ભરીને આવું હું પાણીડાં

ત્યાં મળે સામો પિયુ વેરતો ફૂલડાં

આ તો અમ મનડા કેરી પ્રીત... રે...

વર મને મળો તો...

હોઉં ઉતરતી ડુંગરો હું લઇ ભારો લાકડાનો

ને આવતો અવાજ અશ્વના ડાબલાનો.

આ તો મુજ સાયબા કેરી જાત... રે...

વર મને મળો તો...

જાઉં હું જ્યાં યે પણ સાજણ મને સાંભરતો,

આ તો મારા દલડા તણો ઘણો નેહ ઉભરાતો...

આ તો અમ ઉમળકાની વાત... રે...

મરદ હોય મૂછાળો ને વેંત ચાલે ઉંચો,

વર મને મળો તો મળજો વ્હાલો મુંજો.

મરદ હોય મૂછાળો


Rate this content
Log in