મને જરૂર છે
મને જરૂર છે
મને તારી જરૂર છે મા,
હરેક પલ હરેક ક્ષણે મા,
દરેક ડગલે ને પગલે મા,
દરેક સ્થળે ને સ્થાને મા.
મારાં હૈયામાં, મારી ભાવનામાં,
અમારી જોડે હરપલ રહો મા,
મને તારી જરૂર છે ચેહર મા,
અમારી ખુશીમાં, અમારાં દુઃખમાં,
અમારી સાથે ભોજનની મોજમાં,
અમને તારી જરૂર છે ચેહર મા.
અમારો હાથ પકડીને સાચાં માર્ગે ચલાવવા માટે,
અમને જરૂર છે તારાં ખમકારાની,
અમને જરૂર છે તારી કૃપા દ્રષ્ટિની,
અમને જરૂર છે તારી ચેહર મા.
અમને જરૂર છે તારી જ માવડી,
જરૂર છે એક આધારની,
અમને જરૂર છે ઓ દેવી મા,
અમને જરૂર છે તારી ચેહર મા.
આજે ને કાલે પણ,એક એક પળ,
તારી જરૂર છે ચેહર મા,
મને તારી જરૂર છે મા,
હરેક પલ હરેક ક્ષણે મા.